________________
ગૃહસ્થ ધર્મ
[ ૧૨૮ ] ઉપયોગી થઈ પડે છે. અનેક પ્રકારના સુધારા કરવા તે હકુમતના અંગે કરવા સહેલા થઈ પડે છે. ભાંગી પડેલા હુનર ઉદ્યોગો નવી નવી શોધખોળો, અને દેશની આબાદી એ સર્વ રાજ્યના અંગે જ દૃઢ થઈ શકે છે.
પોતાની બુદ્ધિના પ્રમાણમાં યોગ્યતાનુસાર રાજ પ્રકરણીય કામમાં ભાગ લેવા ચૂકવું નહિ, તેના ખરા ફાયદાઓ તો તેવા અણીના પ્રસંગે જ ઉપયોગી થઈ પડે છે, અથવા જણાય છે.
પૈસાપાત્ર, બુદ્ધિમાન, હિંમતવાન અને સાહસિક મનુષ્યોએ દેશના મોટા મોટા ગણાતા વ્યાપારમાં જોડાવું જોઈએ. બુદ્ધિ, પૈસો. અને સાહસ એ લક્ષ્મીને આવવાનાં દ્વાર છે.
જે મનુષ્યમાં જે જાતની શક્તિઓ ખીલેલી હોય છે તે મનુષ્યને તે તે જાતના વ્યાપાર, હુનર, ઉદ્યોગ, નોકરી વગેરે કરવાની ઇચ્છા થાય છે અને તેની ઇચ્છાને વિશેષ પોષણ મળે તેવી મદદ આપી તે તે કામમાં તે માણસને યોજવામાં આવે તો અવશ્ય તે મનુષ્ય તે તે કામમાં વિજય મેળવ્યા સિવાય રહે જ નહિ, તે સિવાય ઇચ્છા વિરુદ્ધ કોઈ કામમાં તેને યોજવામાં આવે તો જરૂર તેમાં તે નિરાશ થવાનો જ.
થોડી મિલકત ધરાવનાર પણ અનેક મનુષ્યો સાથે જોડાઈને કંપની ભાગીદાર તરીકે તેઓ પોતાના ભાગ્યની અજમાયશ કરે તો તેઓ મોટા મોટા સાહસ કરવાને પણ સમર્થ થઈ શકે. પૈસાદારોની હરીફાઈમાં પણ ઉતરી શકે અને પોતાના દેશનો ભાંગી ગયેલ વ્યાપાર પણ ખીલવી દેશનો ઉદય કરવા સાથે પોતાનો તથા પોતાના આશ્રિતોનો ઉદ્ધાર કરી શકે.
:
: