________________
-
-
સંધ્યા વખતની ગૃહસ્થની ક્રિયા
[ ૧૩૧ ) વ્યાવહારિક પ્રસંગોની તથા જરૂરિયાતના કાર્યોની તપાસ કરી, નોકર ચાકરની હાજરી લઈ, હિસાબ વગેરે તપાસી, કરવા યોગ્ય કાર્યોની આશ્રિતોને ભલામણ કરી, પછી રાત્રીએ પોતાના કુટુંબવર્ગને બોલાવી ધર્મ તથા વ્યવહારના કાર્ય સંબંધી તપાસ કરવી. આજે કોણે પોતાને સોંપેલા કાર્યમાં પ્રમાદ કર્યો છે? ઘરમાં કોઈ કલેશ થયો છે? કોઈનાં મન એકબીજા પર નારાજ થયાં છે? થયાં છે તો શા કારણથી? ઈત્યાદિ તપાસ કરી તેનો પક્ષપાતપણે તરત નિકાલ કરી નાખવો, નહિતર કલેશના તણખાખો કાળાંતરે ભયંકર આગનું સ્વરૂપ પકડે છે. જેના પરિણામે મુંબનો પ્રેમ, એકબીજાની વાત્સલ્યતા; એકબીજાને મદદ કરવાની રૂઢી, એકબીજાની મર્યાદા સાચવવાની રીત ઇત્યાદિ સર્વ નાશ પામે છે, બધાં જુદાં થઈ છિન્નભિન્ન થઈ જાય છે. આબરુને ધક્કો લાગે છે અને નિર્બળ તથા મદદ વિનાના નિર્માલ્ય લાચાર, થયેલાનો સર્વ કોઈ પરાભવ કરે છે. આ વિષમ વિપત્તિમાંથી બચવા માટે ઘરના આગેવાને બહુ કાળજી રાખવી.
વળી અધર્મને રસ્તે ચાલનાર તથા ધર્મ તરફ પ્રવૃતિ નહિ કરનારને પણ સત્ય સમજાવી, ભાવી દુઃખમય પરિણામ અન્યના દષ્ટાંતોથી બતાવી, ધર્મ તરફ પ્રવૃત્તિ કરાવવી. કુટુંબોનું પોષણ, રક્ષણ અને સન્માર્ગ ગમન, ઇત્યાદિ માટે ઘરના આગેવાનોને માથે મોટી જવાબદારી રહેલી છે. તેનું સ્મરણ રાખી કુટુંબને સન્માર્ગે ચલાવવામાં જરાપણ બેદરકારી ન રાખવી. એકાદ વખત ખરાબ રસ્તે ગમન કરનાર માણસને ફરીથી ઠેકાણે લાવતા ઘણી મહેનત પડે છે. માટે શરૂઆતથી જ કાળજી રાખી કુટુંબને સારા ધર્મિષ્ઠ (ધર્મઘેલાં નહિ) માણસોના સહવાસમાં રાખવાં, ખરાબ સોબતથી અટકાવવા, ધર્મ શ્રવણ કરવા મોકલવા અને પોતે ધાર્મિક પુસ્તકો વાંચી