________________
[ ૧૬૪ ]
ગૃહસ્થ ધર્મ
હોશિયાર થાય, આગળ ભણે, ભણવામાં ઉત્સાહ વધે તે માટે તેને જોઇતી વસ્તુઓ આપવી, યા ઇનામની લાલચો બતાવવી અને તે પ્રમાણે આપવું પણ ખરું.
માબાપે છોકરા છોકરીઓને મોઢે ચડાવવા નહિ. તેમને સારું ખાવાનું આપવું પણ કોઈ વાંક ગુન્હામાં આવ્યાં હોય તો શિખામણ આપવા અને શિક્ષા કરવામાં પાછી પાની ન કરવી. બાલ્યાવસ્થામાંથી છૂટા કરી દેવામાં, મરજી આવે તેમ બોલવા દેવામાં અને ઇચ્છાનુસાર વર્તન કરવા દેવામાં, ભાવિ પરિણામ તે માબાપોને જ પ્રથમ શોસવાં પડે છે. છતાં છોકરાઓ પોતાને બંધનરૂપ માની, પોતાની વિચારશક્તિને દાબી પણ ન દે તેટલા માટે અમુક દરજ્જે છૂટ પણ તેમને મળવી જોઈએ આપવી જોઇએ.
છોકરાંઓને ખુલ્લી હવામાં ફેરવવાં અને કસરત કરાવવી. તેઓના શરીર મજબૂત બનાવવાની ઘણી જરૂર છે. કસરતથી મજબૂત બંધાયેલો બાંધો ભવિષ્યમાં શરીર સંપત્તિને સારી રીતે ટકાવી રાખે છે. નિરોગી શરીરવાળો ભણવા આદિમાં આગળ વધે છે અને દરેક જાતમહેનતવાળા કાર્યમાં પાછળ પડતો નથી.
માબાપોએ છોકરાઓને બોલાવવા માટેનો વિવેક લાગણી પૂર્વક શીખવાડવો જોઇએ. ટૂંકારે હુંકારે ન બોલાવે તે માટે પ્રસંગે ટોકતા રહેવું. મોટા-નાનાંનો વિવેક શીખડાવવો. મોટાના સામું ન બોલવું તેમના શબ્દો પર વિચાર કરવો, તેમની કહેલી શિખામણો લાગણીપૂર્વક સાંભળીને આચરણમાં મૂકવી. આ વાતની સાથે તે છોકરાંઓ માખણીયા-હાજીહા કરનારા પણ ન થાય તે માટે કાળજી રાખવી, સામામાં ભૂલ જણાય તો હિંમતથી પણ વિવેકપૂર્વક કહી આપે એવી લાગણીઓને ઉત્તેજીત કરવી, યા ઉત્તેજન આપવું. કેટલાક મોટી ઉંમરના માણસોમાં પણ બાલ્યાવસ્થાથી બૂરી આદત પડી ગયેલી