________________
બાળકો ઉછેરવાની કાળજી
[ ૧૬૩ ] કેટલીક અજ્ઞાન માતાઓ અથવા હર્ષઘેલી માતાઓ નાના બાળકોના કોટમાં અને શરીર ઉપર વિવિધ પ્રકારના ઘરેણાંનો બોજો લાદે છે, આનું પરિણામ કેટલીક વખતે એવું ખરાબ આવે છે કે ઘરેણાંની લાલચે લુચ્ચા લોકો તેનું ખૂન પણ કરે છે. આવા ઘણા દાખલાઓ બનેલા છે અને અત્યારે બને છે. માટે અજ્ઞાન બાળકો પર તેના જીવને જોખમમાં નાખનાર ઘરેણા પહેરાવવા નહિ, જરૂર જેટલા પહેરાવવા હોય તો ચોક્કસ દેખરેખ રાખવી અને રમવા કે એકલો ફરવા જાય ત્યારે તો અવશ્ય તે કાઢી લેવા.
ઘણી ઓછી સમજણવાળી સ્ત્રીઓ નાના બાળકોને નવરાવતાં જોરથી તેનું માથું-વાળ-મસળે છે. બાળકની આંખમાં સાબુ કે ખારનું પાણી જાય છે, બાળક ચીસો નાખે છે તો પણ તેને પકડીને, બે સાથળ વચ્ચે બાળકને ઘાલીને જાણે મહાન પરોપકાર કે કલ્યાણનું કાર્ય કરતી હોય તેમ મારી - પીટીને પણ નવરાવે છે. આ અજ્ઞાનતા છે. હસમુખા ચહેરે અને બાળકની મરજી પ્રમાણે ધીમે ધીમે ફોસલાવીને નવરાવવાની જરૂર છે. શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડા પાણીથી બાળક ખુશી થાય તેમ નવરાવવો, માતા ના પાડે તોપણ પરાણે બાળક નાહવાનું માંગી લે. આ એક જાતની કળા છે અને માતા થવાને લાયક સ્ત્રીઓમાં તે અવશ્ય જરૂરની છે.
ગમે તેવો પુત્ર કે પુત્રી હાલો કે હાલી હોય, એક જ હોય તોપણ તેને ભણાવવા માટે જરાપણ તેની દયા ખાવી નહિ. મતલબ કે કેળવણીના ફાયદાની તેને હાલ ખબર નથી તેથી તે ભણવા જવા માટે કદાચ હા-ના કરે તોપણ હસાવીને, રમાડીને, ફોસલાવીને પણ તેને ભણવા તો મોકલવો જ. '
શરૂઆતમાં બાળકને ખાવાની, રમવાની કે બીજી તેવી લાલચો આપીને તેના સરખી ઉંમરવાળા સાથે નિશાળે મોકલવા અને વધા