________________
બાળકો ઉછેરવાની કાળજી .
[ ૧૬૫ ] હોય છે કે પોતાને જે વાત અયોગ્ય લાગતી હોય, અયોગ્ય હોય, હૃદય જરાપણ તે તરફ લાગણી ધરાવતું ન હોય તથાપિ “સામાને ખોટું લાગશે” તેથી અથવા પોતાની લાગણીઓમાં હિંમત દબાઈ ગયેલી હોવાથી અસત્ય વાતને પણ ટેકો આપે છે, પોષણ આપે છે અથવા તેનો નિષેધ કરી શકતા નથી.
બોલવામાં વિવેક વધારવા માટે માબાપોએ પણ છોકરાંઓને બહુ આદરથી બોલાવવાં, બહુવચનથી-આવો જાઓ. કેમ છો? વગેરે શબ્દોથી બોલાવવા. આ ટેવથી છોકરાંઓ બીજા પ્રત્યે અનુકરણ કરતાં શીખશે. પણ માબાપો કે કુટુંબમાં જ તોછડાઈથી બોલાવવાની ટેવ પડી હશે, બીજાનો તિરસ્કાર કરવાની કે કોઈની નિંદા, કુથલી કરવાની ટેવ પડી હશે, જૂઠું બોલવાની, ગાળો ભાંડવાની ટેવ હશે તો તેનાં છોકરાંઓ તેમનાથી સુધરે એ વાત સ્વપ્ન પણ સાચી માનવા જેવી નથી.
- કેટલાક સુરત જેવા શહેરમાં બાપ પણ છોકરાને કે ભાઈભાઈને આપસમાં સાલો કહીને સેજસાજની વાતમાં ભાંડે છે. માતાઓ છોકરીઓને રાંડ, વાંઝણી, મૂઈ છોકરાઓને નખોદીયા, વાંઝીયા, સાળા ઇત્યાદિ ખરાબ અને જેના અર્થનો વિચાર કરતાં પોતાના વ્હાલા બાળક બાળકીઓના હકમાં જ નુકસાન કરતા શબ્દો વાપરતા અચકાતા નથી, તેઓ આ પોતાની નઠારી ટેવ સુધાર્યા વિના બાળકોને કેમ સુધારી શકે ? એ વાત વિચારવા જેવી છે.
માની સોડમાંથી બહાર નીકળ્યા બાદ છોકરાને સુધારવાને તેના પિતાએ જેટલી કાળજી રાખવી ઘટે છે તેટલી કાળજી છોકરીને સુધારવા માટે માતાએ પણ રાખવાની જરૂર છે.
સારી રીતે વાંચતાં, લખતાં, ગણિત, હિસાબ, નામા, લેખાં, સંસ્કૃત, પ્રાકૃતાદિનું જ્ઞાન છોકરાની માફક છોકરીઓને પણ આપવાનું છે. અને ત્યાર પછી ગૃહવ્યવહારને યોગ્ય રાંધવા, દળવા ખાંડવા,