________________
[ ૧૬૬ ]
_ગૃહસ્થ ધર્મ ગૂંથવા ભરવા, ઈત્યાદિ સ્ત્રીવર્ગને તરતની જરૂરિયાતની તમામ તાલીમ માતા તરફથી છોકરીને મળવી જોઇએ.
છોકરાંઓને માટે વ્યવહાર કુશળ કરી પોતાની મેળે જાતમહેનતથી કમાઈ કરી શકે, પોતાના કુટુંબનું પોષણ ઘણી સહેલાઈથી કરી શકે ત્યાં સુધીની, જમાનાને અનુસરતી. તેની ઇચ્છાને લાયકની અને તેના બુદ્ધિબળ તથા શરીરબળને યોગ્ય કેળવણી પિતાએ આપવા; અપાવવા પ્રયત્ન કરવો.
આ પ્રસંગે પોતાના દેશાભિમાનનું, જાતિઅભિમાનનું ગૌરવ તેના હૃદય પ્રદેશમાં સ્ફરે તેવા વિચારશક્તિના તણખલાઓ તેની બુદ્ધિના પ્રદેશમાં ફેંકવા. જે તણખલાઓ આગળ ચાલત શક્તિ ખીલતાં સ્વદેશ પ્રેમ, સ્વજાતિ પ્રેમ, સ્વધર્મ પ્રેમ વગેરેની જ્વાલાઓના રૂપમાં પ્રગટી, પરોપકાર લાયક માનવોના હૃદયમાં રહેલી નિર્બળતાની ઠંડી દૂર કરી સર્વને આશ્વાસન આપે અર્થાત્ શાંતિ પ્રગટ કરાવે. પોતાનું કર્તવ્ય બજાવવા માટે તત્પર બનાવે.
આટલી સ્થિતિએ પુત્રને લાવી મૂકતાં માતા પિતાઓનું કર્તવ્ય ઘણે ભાગે પૂર્ણ થાય છે. તેમ જ પુત્રીને ભણાવી, ગણાવી વ્યવહારકુશળ, સુશીલ સદાચારી અને વર લાયક બનાવતાં તે તરફનું કર્તવ્ય પણ ઘણે ભાગે સમાપ્ત થાય છે.
કેટલીક હર્ષઘેલી, માનઘેલી, ગર્વઘેલી, અજ્ઞાનઘેલી, માતાઓ પોતાના નાની ઉંમરના બાળકો કે જેઓ હજી વ્યવહાર શું છે? દુનિયા શું છે ? લગ્ન શું છે? કર્તવ્ય શું છે? ઇત્યાદિનું જેને ભાન નથી તેવા બાળક બાળકીઓને પરણાવવાનો લહાવો લેવા નિમિત્તે લાકડે માકડું વળગાડી આપવાની માફક બાલ્યાવસ્થામાં અને કહો કે કેવલ નિર્દોષ અજ્ઞાનવસ્થામાં પુત્ર, પુત્રીઓને પરણાવી દે છે ! કેટલાકના તો ઘોડીયામાં સૂતા હોય ત્યાં વેવિશાળ કે લગ્ન કરવામાં આવે છે! આવા