________________
_ગૃહસ્થ ધર્મ
[ ૯૨ ]
આજે તિથિ છે માટે અમુક ખાવું, અમુક ન ખાવું. ઉપવાસ, વ્રત કરવાં તથા આજે આ પર્વ છે, ઉત્સવના દિવસો છે માટે સારું ખાવું સારા વસ્ત્રો પહેરવા. ઇત્યાદિ સર્વે લોક વ્યવહાર જે મહાત્માએ ત્યાગ કરેલા છે. અર્થાત્ આત્મસ્વરૂપમાં રમણતા હોવાથી સર્વ વસ્તુ જેને મન બાહ્ય અને ત્યાગ કરવા યોગ્ય છે. એવા મહાત્માઓને તિથિ પર્યાદિના કર્તવ્યનો કાંઈ નિયમ નથી. તેવી સ્થિતિવાળાને તમે અતિથિ જાણો. તે સિવાયનાને અભ્યાગત કહે છે. / ૧ / તેવા અતિથિઓને નિર્દોષ અને ન્યાયથી ઉપાર્જન કરેલ દ્રવ્યથી બનાવેલા શ્રદ્ધા અને બહુમાનપૂર્વક આહાર પાણી આદિ આપવા, તે આહાર પાણી આદિ લઈને તેઓ જ્ઞાન ધ્યાનમાં પ્રવૃત્તિ કરે છે. અન્ય જનોને તેઓ ધર્મોપદેશ દ્વારા ઉદ્ધાર કરે છે. આહારાદિની સહાય આપનારને તેમાંથી અમુક હિસ્સો મળે છે. તે મહાત્માઓને આહારાદિ દેહના આધાર ભૂત સાધનો સિવાય બીજી જરૂરિયાત ન હોવાથી નિઃસ્પૃહ રહે છે અને તે નિસ્પૃહતાના ગુણથી ખુલ્લા હૃદયે નિડરપણે સત્ય વસ્તુનો બોધ આપી શકે છે.
આ અતિથિસંવિભાગ વ્રત પ્રાયે પૌષધને પારણે કરવામાં આવે છે. પારણે તેમને આપ્યા-વહોરાવ્યા પછી પારણું કરવું એમ રિવાજ છે. કેટલાક તો જે વસ્તુ આપી હોય વહોરાવી હોય તે જ તે દિવસે જમે છે. આ વ્યવહારો ઠીક છે. છતાં સામાન્ય રીતે ગૃહસ્થોએ આવા મહાત્માઓને દાન આપવું તે પણ અતિથિસંવિભાગવ્રત છે કેમ કે તેવા ઉત્તમૈં પુરુષોનો સમાગમ નિરતરને માટે મળવો દુર્લભ છે.
પૌષધને પારણે આ વ્રત કરનારને ગુર્નાદિનો યોગ ન મળે તો તેમણે એક બારવ્રત ધારણ કરનાર ઉત્તમ શ્રાવકને જમાડવો. અથવા જમવાનો વખત પૂર્ણ થયા સુધી તેવા શ્રમણ-મુનિના આવવાની રાહ જોઈને પછી તે સંબંધી ઉત્તમપાત્ર દાન કરવાની પ્રબળ ભાવના સાથે જમી લેવું આ પ્રમાણે પણ આ વ્રતનો નિર્વાહ કરવામાં આવે છે.