________________
અતિથિ સંવિભાગ વ્રતમાં લાગતા પાંચ અતિચાર
[ ૯૩ ]
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
(અતિથિ સંવિભાગ વ્રતમાં લાગતા પાંચ અતિચાર)
૧. મુનિઓને આપવા લાયક પદાર્થો અનુપયોગ સહસત્કારે સચિત્ત માટી, પાણી, અનાજ કે તેવી વસ્તુ ઉપર મૂકી દે. આ કારણથી મુનિ તેનું દાન લઈ શકતા નથી અને પોતે આપી શકતો નથી આથી બન્નેને અનુક્રમે એકને લાભનો અને બીજાને દાનનો અંતરાય થાય છે અને તેમાં ઉપયોગની અજાગૃતિ-શૂન્યતા એ મુખ્ય કારણ છે. તે સચિત્ત નિક્ષેપન અતિચાર છે.
૨. મુનિને આપવા લાયક પ્રાસુક-નિર્દોષ અન્નને અનુપયોગે કે સહસા સચિત્ત વસ્તુ વડે ઢાંકે તે સચિત્ત વિધાન નામનો બીજો અતિચાર છે.
૩. પારકી વસ્તુને પોતાની કરીને આપે. આમાં સાધુની જરૂરીયાત પૂરી પાડવા માટે દેવાની બુદ્ધિની મુખ્યતા છે. એટલે પાછળથી બને ઘણી આપસમાં અદલાબદલો કરી સમજી લે. સાધુને માટે આ એક નિયમ છે કે જેની વસ્તુ હોય તેના માલિકની ઈચ્છા વિના બીજો કોઈ માણસ તે વસ્તુ આપે છતાં પણ તે લે નહિ. કેમ કે તેથી આપસમાં કલેશ અને સામાને અપ્રીતિ થવાનો સંભવ છે.
૪. ઇર્ષા કરીને દાન આપે. અમુક માણસ ગરીબ છતાં આપે છે તો હું કયાં નબળો કે તેથી ઓછો છું? આમાં સુપાત્ર બુદ્ધિ, પૂર્ણશ્રદ્ધા, હૃદયપ્રેમ એ સર્વની ખામી છે. તેથી દેનાર તેના ખરા ફળથી બેનસીબ રહે છે.
૫. ભિક્ષા-ગોચરીનો વખત વીતી જવા પછી ભોજન તૈયાર કરે. આમાં કાંઈક પ્રમાદ, કાંઈક કૃપણતા, કાંઈક ઓછી લાગણી અને બહુમાન કે પ્રેમની સાધુ પ્રત્યે મંદતા સૂચન થાય છે.
આ પાંચ અતિચારો ત્યાગ કરવા યોગ્ય છે.
આ પ્રમાણે બારવ્રતો ગૃહસ્થને પાળવા લાયક નિયમો સમાપ્ત થયા.