________________
[ ૯૪ ]
ગૃહસ્થ ધર્મ
૩||ગૃહસ્થના ચૌદ નિયમ
सचित्त दव्वविगई, वाणह तंबोलवथ्थ कुसुमेसु. वाहण सयण विलेवण, बंभ दिसि न्हाणभत्तेसु ॥ १ ॥
(૧) સજીવ (૨) દ્રવ્ય (૩) વિગય (૪) ઉપાનહ (પ) તંબોલ (૬) વસ્ત્ર (૭) કુસુમ (૮) વાહન (૯) શયન (૧૦). વિલેપન (૧૧) બહ્મચર્ય (૧૨) દિશિ (૧૩) સ્નાન (૧૪) ભોજન આ ચૌદ નિયમો છે.
(૧) સજીવ : પૃથ્વી-માટી, મીઠું વગેરે અમુક પ્રમાણ જેટલી ખપે તેનો નિયમ રાખવો.
સચિત્તપાણી-પીવા તથા સ્નાન કરવામાં આવે તેનું પ્રમાણ. સચિત્ત અગ્નિ-ચુલા, સગડી વગેરેનો નિયમ. સચિત્તવાયુ-પંખાદિનો નિયમ.
સચિત્ત વનસ્પતિ-અમુક અને તોલમાં આટલી ખાવી તેનો નિયમ. (૨) દ્રવ્ય : ખાવાપીવાના પદાર્થો-દશ, વીશ કે ઇચ્છાનુસાર તેની ગણતરી રાખવી.
(૩) વિગય : ઘી, તેલ, દુધ, દહીં, ગોળ અને કડાવિગય (તળેલ પદાર્થ) એ છ વિગય કહેવાય છે તેમાંથી એક, બે કે ચારનો ઇચ્છાનુસાર ત્યાગ કરવો. ખાવામાં ન લેવી તેનો નિયમ રાખવો.
(૪) ઉપાનહ :પગરખાં, મોજાં વગેરે પગમાં પહેરવાની જોડનો નિયમ રાખવો. તે ઉપરાંત તે દિવસે પહેરાય નહિ કોઈના પગરખામાં પગ નાખે કે પહેરે તો તે પણ ગણતરીમાં ગણાય.
(૫) તંબોલ : પાન, સોપારી, એલાયચી ઇત્યાદિ મુખવાસનું તોલથી માપ રાખવું.
(6) વસ્ત્ર : દિવસમાં પહેરવામાં કેટલા વસ્ત્રો ઉપયોગમાં લેવા તેની અમુક સંખ્યા-ગણતરી રાખવી.