________________
ગૃહસ્થના ચૌદ નિયમ
[ ૯૫ ] (૭) કુસુમ: આમાં સુંઘવાની તમામ વસ્તુના માપનું પ્રમાણ રાખવું
(૮) વાહન ગાડી, ઘોડા બળદગાડી-મોટર, વહાણ સ્ટીમર ઇત્યાદિની મુસાફરી વખતે નિત્યને માટે ગણતરી રાખવી. - ૯) શયન શય્યા, પલંગ, ખાટ, ખાટલા, પથારી, ગાદલા ગોદડાંદિ સુવાના સાધનો તેની આગળથી ગણતરી રાખવી અને તેટલાં વાપરવાં.
(૧૦) વિલેપન : ચંદન, તેલાદિ શરીરે અત્યંગન કરવાની ચોળવાની વસ્તુનું તે દિવસને માટે માપ રાખવું
(૧૧) બ્રહ્મચર્ય : પોતાની સ્ત્રીમાં સંતોષ રાખવો તેમાં પણ તે દિવસે બ્રહ્મચર્ય પાળવું કે તે દિવસે ન પાળવું તેનો નિયમ સવારમાંથી ધારી રાખવો.
(૧૨) દિશિ તેજ દિવસ માટે સર્વ દિશા તરફ જવા માટે અમુક ગાઉનું પ્રમાણ રાખવું.
(૧૩) નાન:દિવસમાં સ્નાન કેટલી વખત કરવું તેની મર્યાદા નિયમ રાખવો.
(૧૪) ભોજન : ખાવાનો ખોરાક કેટલા પ્રમાણમાં લેવો તેનું માપ તોલથી રાખવું.
આ પ્રમાણે સવારે તથા સાંજે દિવસમાં બે વખત નિયમ ધારવા અને બીજીવાર ધારતી વખતે પ્રથમના નિયમો તરફ દૃષ્ટિ ફેરવી જવી તે બરાબર પાળ્યા છે કે કેમ? તેની તપાસ કરી લેવી. જેથી વિસ્મૃતિથી ભૂલ થવા ન પામે અને ભૂલ થઈ હોય તો તેમાં સુધારો કરી શકાય.
એક દિવસ અમુક સ્થળે બેસી દશ સામાયિક કરવાં તેને હાલ રૂઢિમાં દશાવકાશિક કહે છે. અપેક્ષાએ તે પણ ઠીક છે. છતાં કાયમ માટે ચૌદ નિયમો ધારવા તે વધારે ઉત્તમ છે કેમ કે તેમાં ઉપયોગની જાગૃતિ વિશેષ રાખવી પડે છે અને તેથી આશ્રવનો નિરોધ પણ થાય છે.