________________
[ ૯ ] -------------ગૃહસ્થ ધર્મ
(૪) દેવપૂજન કરવાની વિધિ અને તેનો આશ્રય
& Tયા.
સ્નાન કર્યા સિવાય દેવપૂજન કરાતું નથી. જે જગ્યાએ કીડી પ્રમુખનાં દરો ન હોય, તેવી જંતુ વિનાની જગ્યાએ સ્નાન કરવું જોઈએ. એકને એક સ્થળે સ્નાન કરવાથી તે જગ્યાએ કીચડ થવા સાથે લીલ ફૂલ વગેરે થવાનો સંભવ રહે છે. વધારે ગંદકી થવાથી બીજા પણ ઝીણા ઝેરી જંતુઓ, ચાંચડ વગેરે થવાથી શરીરની સુખાકારીને, આરોગ્યતાને બાધ પહોંચાડે છે, માટે છુટી છૂટી જગ્યાએ સ્નાન કરવું જોઈએ અથવા સ્નાન કરવા માટે પ્રવાળવાળો બાજોઠ કે ચોકડી હોવી જોઈએ કે જે પ્રનાળ દ્વારા સ્નાન કરાયેલું પાણી બીજા વાસણમાં ઝીલી લઈને પછી ખુલ્લી જગ્યામાં છુટું છુટું ફેંકી દેવાય. આમ પાણી સુકાઈ જવાથી આરોગ્યતા સાચવવા સાથે જંતુઓની ઉત્પત્તિ થવાનો સંભવ રહેતો નથી.
પૂર્વદિશા સન્મુખ મુખ રાખી સ્નાન કરવું તે વધારે યોગ્ય છે. રજસ્વલાનો સ્પર્શ, સૂતક કે કોઈ મૃતકને અડાયું હોય તો સંપૂર્ણ સ્નાન પૂજન વખતે કરવું, નહિતર મસ્તકનો ભાગ ન પલાળાય તોપણ હરકત જેવું નથી. સ્નાન માટે સહજ ઉનું પાણી લેવું અને તે પણ જરૂરીયાતથી વધારે, વિના પ્રયોજને ઢોળાવું ન જોઈએ. સ્નાન કરતી વખતે બને ત્યાં સુધી મનમાં પરમાત્માના નામનો જાપ શરૂ રાખવો જોઈએ. પણ વાતોના તડાકામાં પોતાના મનને મલીન કરી પોતાનું લક્ષ ભૂલવું ન જોઇએ. આ બાહ્યસ્નાન વખતે અંતર સ્નાન તરીકે ઉત્તમ વિચારો અથવા પરમાત્માના નામનો જાપ અને પોતાનું લક્ષ એ વધારે જાગૃત રાખવું જોઇએ. બાહ્ય સ્નાનથી શરીર શુદ્ધ થાય છે પણ આત્માને શુદ્ધ કરવા માટે તો સર્વ મલિન ઇચ્છાઓનો ત્યાગ કરવો અને પરમાત્માનું