________________
દેવપૂજન કરવાની વિધિ અને તેનો આશ્રય
[ ૯૭ ]
સ્મરણ કરવાની તે વખતે ખાસ જરૂર છે. મનની પવિત્રતા વિના પૂજાનો લાભ મળી શકતો નથી માટે સ્નાન કરતી વખતે આવી રીતે મનને પણ સ્નાન કરાવી શુદ્ધ કરવાનું ભૂલવું નહિ.
સ્નાન કર્યા પછી જ્યાં સુધી પગ લીલા હોય ત્યાં સુધી ત્યાં ઊભા રહેવું, નહિતર પગે ધુળ કે અશુચિ ચોંટવાનો સંભવ છે. અથવા લીલા પગ સાથે કીડા પ્રમુખ જંતુ ચોંટી જવાથી તેનું મરણ થવાનો સંભવ છે. જે માણસ ઘેર સ્નાન કરી આવેલ હોય તેણે મંદિર આગળ આવ્યા પછી પગને શુદ્ધ કરવા જોઈએ.
વસ્ત્ર પવિત્ર પહેરવાં ૧. મંદિરની અંદરની શુદ્ધિ કરવી, પોતાને હાથે ભૂમિનું સમાર્જન (સાફસૂફ) કરવું. ૨. સ્નાન કરવા વડે શરીર શુદ્ધ કરવું. ૩. પરમાત્માના જાપથી વચન અને મનને શુદ્ધ કરવાં. ૪-૫. પૂજાના ઉપકરણો શુદ્ધ અને સ્વચ્છ રાખવા. ૬. જીવજંતુ વિનાની જમીન જોઇને ઊભા રહેવું કે શુદ્ધ આસન પર બેસવું. ૭. આ સાત શુદ્ધિ પૂજા વખતે રાખવી જોઇએ. સ્ત્રીઓએ પુરુષોના વસ્ત્રો પૂજામાં પહેરવા ન જોઈએ. તેમ જ પુરુષોએ સ્ત્રીના વસ્ત્રો પૂજાના કામમાં લેવા ન જોઈએ, કેમ કે કામ-રાગને વૃદ્ધિ કરનાર નિમિત્ત છે. અન્યોન્ય સ્ત્રી પુરુષોનાં પહેરેલાં વસ્ત્રોમાં વિરુદ્ધ આકર્ષણવાળા પરમાણુઓ હોવાથી તે વખતે વિપરિત ભાવના થવાનો સંભવ જાણી, તે ઉપયોગમાં ન લેવાં એ વધારે હિતકારી છે.
ઉત્તરાસણ ખભે નાખી, મોઢે મુખકોસ પૂજા વખતે બાંધવો જોઈએ અને પછી શાંતિથી અષ્ટપ્રકારી પૂજા કરવી. (અષ્ટપ્રકારી પૂજા-અને તેનું રહસ્ય )
(જળપૂજા - ૧) સન્મુખ વીતરાગ દેવની પ્રતિમાજી છે છતાં તે દ્વારા સાક્ષાત્