________________
બારમું અતિથિસંવિભાગ વ્રત
[ ૯૧ ]
૨. જરૂરીયાતની વસ્તુ જોયા કે પ્રમાર્જન કર્યા વિના વાપરવી કે લેવી તે અતિચાર છે.
૩. જોયા કે પ્રમાર્જયા વિના સંથારો કરવો તે અતિચાર છે. ૪. પૌષધમાં અનાદર હૃદયના પ્રેમ કે લાગણી વિના તે ક્રિયા કરવી તે અતિચાર છે.
૫. પૌષધ કર્યો કે નહિ તેની વિસ્મૃતિ થવી તે અતિચાર છે. દરેક અતિચાર ન લગાડવા માટે કોઈ જીવને દુઃખ ન થાય, તેની લાગણી ન દુઃખાય તેની સાવચેતી રાખેલી છે. પાછલા બે અતિચારોથી બચવામાં પોતાના લક્ષ બિન્દુરૂપ કર્તવ્યમાં પ્રેમ, ઉત્સાહ, પરમ આદર અને ઉપયોગની તીવ્ર લાગણી સૂચવી છે.
બારમું અતિથિસંવિભાગ વ્રત
,
जंचगिही सुविसुद्ध मुणिणो असणाइ देइपारणए. परम विणण एयं, तुरिय मतिहिसंविभागवयं ॥ १ ॥
ગૃહસ્થીઓ પરમ વિનયપૂર્વક પૌષધને પારણે મુનિઓને જે અત્યંત વિશુદ્ધ આહારાદિ આપે છે તેને અતિથિ સંવિભાગ નામનું ચોથું શિક્ષાવ્રત કહે છે.
તિથિ પર્વાદિ લોક વ્યવહારથી જેઓ અલગ થયેલા છે. અર્થાત્ આત્મસ્વરૂપ પ્રાપ્તિ એ જેઓનું લક્ષબિન્દુ હોવાથી વ્યવહાર માર્ગની પાર જે પરમાર્થ નિશ્ચય આત્મમાર્ગ છે તેમાં જેઓ અહોનિશ પ્રવૃત્તિ કરી રહેલ છે તે અતિથિ, શ્રમણ, ત્યાગી, મુનિ, સાધુ, ભિક્ષુ ઇત્યાદિ નામોથી વ્યવહારાય છે. બોલાવાય છે તેવા અતિથિઓને નિર્દોષ આહાર, પાણી આદિ આપવાં તે અતિથિસંવિભાગવ્રત કહેવાય છે. तिथिपर्वोत्सवाः सर्वे त्यक्तायेन महात्मना,
,
अतिथितं विजानीया च्छेषमभ्यागतंविदः ॥ १ ॥