________________
[ ૯૦ ]
2 __._.___ * * ._._.__._. તે મળ્યું છે કે નહિ? અને જો તેવી અસર કાંઈ ન થઈ હોય તો તેનું કારણ શોધી કાઢવું. દરેક ક્રિયા ફળવાળી છે જમીનમાં બીજ વાવ્યું હોય તો તેનો પણ અંકુરો પાંચ સાત દિવસે બહાર આવ્યા સિવાય રહેતો નથી અને જો તે બહાર ન આવે તો માનવું કે કાં તો જમીન ખારી છે અને કાં તો બીજ બળી ગયેલું છે તેમ કાં તો પોતાની હૃદય ભૂમિ લાયક નથી કે કાં તો તે કર્મમાં શક્તિ નથી. આમ વિચાર કરી ભૂલો શોધી કાઢી પાછી જાગૃતિપૂર્વક આત્મ પોષણમાં પ્રવૃત્તિ કરવી. બનતાં સુધી દિવસે મૌન રહેવું. પ્રમાદ ન કરવો. વિવિધ પ્રકારનાં આલંબનો લઈ ધ્યાનમાં જ તે દિવસ પસાર કરવો. તે સિવાય આત્માને પોષણ મળી શકવાનું કામ મુશ્કેલ છે.
આ ચારે પ્રકારના પૌષધ સાથે સામાયિક ઉચરવાથી પૌષધ વ્રત કહેવાય છે. ચાર પહોર કે આઠ પહોરની સામાયિક સાથે ઉચરવામાં આવે છે. જેને ધ્યાનાદિ કરવાની શક્તિ ન હોય તેમણે પવિત્ર મંત્રનો જાપ કરવો. નવીન જ્ઞાન ભણવું. ગુર્નાદિ પાસે સિદ્ધાંત સાંભળવા, આત્મ સ્થિરતાની પ્રાપ્તિનાં રહસ્યો પૂછવાં, મહાન પુરુષોનાં અનુકરણીય પવિત્ર ચરિત્રો વાંચવાં મનન કરવાં અને તેમના ઉત્તમ ગુણોનું સ્મરણ કે અનુકરણ કરવામાં તે દિવસ પૂરો કરવો.
પૌષધ મુખ્યતાએ ગુરુ પાસે કરવો. તેના અભાવે પૌષધશાળામાં અથવા જ્યાં આત્મ શાંતિ મળે તેવા શાંત પવિત્ર સ્થળમાં પૌષધ કરવો.
પોષધ વ્રતના પાંચ અતિચાર ૧. જીવજંતુ કે પાણી વનસ્પતિ આદિ વિનાની ભૂમિ દષ્ટિથી તપાસ્યા વિના મળ, મૂત્ર, શ્લેષ્મ, કફાદિનો ત્યાગ કરવો તે પૌષધમાં અતિચાર-દૂષણ છે. તેનો ત્યાગ કરવો.