________________
__
__
_
_
_
__
_
_
ફળપૂજા
[ ૧૦૯ ] આ પ્રમાણે અષ્ટપ્રકારી પૂજા, દ્રવ્ય તથા ભાવપૂર્વક કરવી. દ્રવ્યપૂજા આ શરીર દ્વારા સ્નાન, ચંદન, પુષ્પ, ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય અને ફળ મૂકવા પ્રમુખથી કરવી. ભાવપૂજા, આ ઉપર બતાવ્યા પ્રમાણે પોતાના મનની વિશુદ્ધિ વિચારવાની ભાવના-લાગણી અને જાગૃતિપૂર્વક કરવી. જેમ પોતાનો ભાવ ઉલ્લાસ પામે, પોતાનું સાધ્ય લક્ષમાં રહે, પોતાનું લક્ષ ન ભૂલાય અને પોતાના લક્ષરૂપ સાધ્યને જ પોષણ મળે તેમ અખંડ ઉપયોગની જાગૃતિપૂર્વક આ અષ્ટકારી પૂજા કરવી.
પૂજા પૂર્ણ થયા બાદ પૂર્વે કહી આવ્યા છીએ તે વિધિએ ચૈત્યવંદન પ્રભુ ગુણની સ્તુતિ કરવી. દેરાસરજીમાંથી નીકળી ઘર તરફ જવાના પ્રસંગે દેરાસજીના મૂળ પ્રવેશદ્વાર પાસે આવી ત્રણ વાર આવસ્સહિ કહેવી એટલે પહેલાં દેરાસરજીમાં પ્રવેશ કરવાના વખતે જે ગૃહવ્યાપારાદિનો નિષેધ કરવા, તે સંબંધમાં કાંઈ પણ ન બોલવા કરવા કે વિચાર ન કરવારૂપ પ્રતિજ્ઞા કરી હતી તેની હવે સમાપ્તિ કરવી અને અવશ્યના વ્યવહારિક કાર્ય પ્રસંગે હવે તે પ્રતિજ્ઞામાંથી મુક્ત થાઉં છું, તેમ મનથી યાદ કરી પછી દેરાસરજીમાંથી બહાર નીકળવું. ભાવપૂજા સંબંધે શ્રીમાન યશોવિજયજી
ઉપાધ્યાયજીના વિચારો પૂજા વિધિમાંહી ભાવીઈજી અંતરંગ જેહ ભાવ; તે સવી તુજ આગળ કહુંજી, સાહેબ સરળ સ્વભાવ સુહંકર અવધારો પ્રભુ પાસ.
સુ. ૧. દાતણ કરતાં ભાવીઇજી, પ્રભુ ગુણજળ મુખ શુદ્ધિ, ઉલ ઉતારી પ્રમત્તતાજી, હો મુજ નિર્મલ બુદ્ધિ. સુહંકર અવધારો પ્રભુ પાસ.
સુ. ૨.