________________
_
__
_
_
_
_
_
* *
_
_
_
__
[ ૧૦૮ ]
ગૃહસ્થ ધર્મ આ ભાવનાપૂર્વક સાતમી નૈવેદ્યપૂજા પૂર્ણ કરી આઠમી ફળપૂજા કરવી.
(ફળપૂજ ૮. ). ફળપૂજા કરતી વખતે નાળિયેર, પનસ, આમળાં, બીજોરાં, બીર, નારંગી, લીંબુ, સોપારી, આમ્રફળ ઇત્યાદિ ઉત્તમ ફળો પ્રભુની પાસે મૂકી પોતાની અંતરગત ભાવના પ્રગટ કરવી.
ફળ છે. ફળ મૂકી ફળની ઈચ્છા કરું છું એટલે આ દુનિયામાં પરિભ્રમણ અને પ્રયત્નો કરતાં આજ સુધીમાં મને કરેલા કાર્ય કે પ્રયત્નને છેડે જે ફળો મળ્યા છે તે બધાં નીરસ છે. વિયોગશીલ છે. સંતાપ કરનાર છે. અશાંતિ ઉત્પન્ન કરનારા છે. અસંતોષવાળા છે. નિરાશા ઉત્પન્ન કરનારા છે. એકાંતિક કે આત્યંતિક સુખ તેમાંથી કોઈ વખત મળ્યું નથી અને મળવાની આશા પણ નથી.
આ કારણથી તે લૌકિક ફળને સૂચવનાર આ ફળ આપની આગળ ધરાવ્યું છે, મેં મૂકયું છે. તે મૂકીને હું આપને એમ સૂચવું છું કે આવા અલૌકિક ફળ મારા મન, વચન, શરીરના શુભાશુભ પ્રયત્નથી મને અનેકવાર મળ્યા છે. તેની મને ઇચ્છા નથી તેથી તો ઊલટો હું હેરાન થયો છું, મારા સ્વરૂપનું ભાન ભૂલી ગયો છું. આ ફળોથી તો ઊલટું આવરણ ઘાટું મજબૂત થયું છે. હું તે ફળોનો ત્યાગ કરું છું, અને આપની પાસે એ યાચના કરું છું કે મને એવું તે ફળ આપો અગર તેવો માર્ગ બતાવો અથવા મારા હૃદયમાં એવી વિશુદ્ધિ ઉત્પન કરો કે જન્મ, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ વિનાની શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ ફળની પ્રાપ્તિ થાય. જે ફળ મળ્યા પછી બીજા ફળની ફરી કોઈ પણ દિવસ ઈચ્છા ઉત્પન્ન ન થાય. જે ફળનો આનંદ અખંડિતપણે રહ્યા કરે.