________________
નૈવેધપૂજા
[ ૧૦૭ ] મેં આપની આગળ નથી ધરી. તેમ આ વસ્તુઓ આપને દેખાડવાના આશયથી મેં આપની આગળ ધરી નથી. નાથ ! આપ તો સર્વજ્ઞ છો. સર્વભાવને, વસ્તુના ગુણદોષને કે સ્વભાવને જાણનાર છો. આ નૈવેદ્ય ધરાવવાના બહાના નીચે કેવળ હું મારી લાગણી આપની આગળ નિવેદિત કરું છું.
દયાળુ પ્રભુ! આ જે વસ્તુઓ મેં આપની સમક્ષ ધરી છે તે અને તેવી બીજી અનેક વસ્તુઓ મેં અનેકવાર ખાધી છે. આ શરીર અને બીજા અનેક ભવમાં ધારણ કરેલા અનેક શરીરો દ્વારા અનેકવાર અનેક વસ્તુઓનો ઉપભોગ થયો છે, કર્યો છે પણ તેથી આ મનની તૃપ્તિ કોઈ દિવસ થઈ નથી. માટે હવે તો કૃપા કરો. અમને સમ્બુદ્ધિ આપો. યોગ્ય માર્ગ બતાવો અને અમારું નિરાહારી પદ-અણહારીપણું શરીર વિનાની સ્થિતિ પ્રાપ્ત કરાવો.
આ આહાર શરીરનું પોષણ કરનાર છે, તે સિવાય શરીર ટકી શકતું નથી અમને જે સદાનું પ્રિય છે તે અમે આપની સેવામાં હાજર કરીએ છીએ. તે આપ ગ્રહણ કરો. કહેવાનો આશય એવો છે કે, શરીરનું પોષણ તો પ્રારબ્ધ દ્વારા અમને મળી રહે છે તે માટે અમારી ઇચ્છા કે માગણી નથી, પણ અમને સ્વરૂપની પ્રાપ્તિ થઈ આવે અને છેવટે અમારું જે નિરાહારી પદ શુદ્ધ આત્મસ્વરૂપ તેમાં અમે લીન થઈએ તેવું બળ આપો. હે નાથ ! આ ભોજન તો શરીરનું પોષણ કરનાર છે. અમે કાંઈ શરીર નથી. અમે જે સ્વરૂપે છીએ તે સ્વરૂપે સ્થિર થઈએ તેમાં વિક્ષેપ ન આવે, તે સ્વરૂપે કાયમ બન્યાં રહીએ, અમારું તે ભાન કોઈ દિવસ ન ભૂલાય, તેવી સ્થિતિને માટે જે જે સદ્વિચારોનું, વિશુદ્ધ ભાવનાનું અને ઉત્તમ જ્ઞાનનું પોષણ જોઇએ, તે તે પોષણ અમને મળે, તેવી સ્થિતિને માટે અમે લાયક થઈએ તેવું અલૌકિક બળ અમારામાં પ્રગટ થાઓ. એ જ અમારી આપની પાસે નમ્ર પ્રાર્થના છે.