________________
[ 2 ]
ગૃહસ્થ ધર્મ કાઢી લીધા પછી પણ તેવી જ વાસ આવશે.
આ જ ન્યાયે આપણે જ્યારે ઊંઘી ગયા હોઈએ ત્યારે આપણું મન નિદ્રા આવવાથી શાંત થઈ ગયું હોય છે. તે વખતે બીજા વિચારો સ્થિર થઈ ગયા કે દબાઈ ગયા હોય એટલે મન કોરું થયા જેવું થઈ જાય છે. પાછા જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે તે ભૂલાઈ ગયેલા કે ઠરી ગયેલા વિચારો પાછા યાદ આવે છે પણ તે વિચારો આપણે યાદ કરીએ તો જ આવે છે. પોતાની મેળે ચાલ્યા આવે છે તેમ આપણને લાગે છે પણ ખરી રીતે તો આપણને વિચાર કરવાની ઘણી ટેવ પડી ગયેલી હોવાથી એમ લાગે છે કે વિચાર કર્યા વિના એની મેળે જ ચાલ્યા આવે છે પણ તેમ નથી. આપણે યાદ ન કરીએ તો કાંઈ યાદ ન જ આવે. .
આપણને આપણા સંસાર વ્યવહારના અને વિશેષે કરી જે આપણને વધારે પ્રિય હોય તેના વિચારો વધારે આવે છે. આ વિચારો વધારે અને તરત યાદ આવે છે. તેનું કારણ એ છે કે આપણે વારંવાર તેવી વાતોને યાદ કરીએ છીએ. કાંઈ પણ ધર્મના વિચારો કે તેવા જ બીજા સારા વિચારો તરત આવતા નથી. અરે ! નવકારમંત્ર ગણવાનું પણ ઉઠીને તરત આપણે ભૂલી જઈએ છીએ તેનું કારણ એ જ છે કે તેને આપણે વારંવાર યાદ કરતા નથી. જો વારંવાર યાદ કરીએ તો પછી તેની પણ ટેવ પડી જાય છે તો પછી તે પણ જરા જરા વારમાં - અને આપણે ધારીએ તે વેળાએ પણ યાદ આવે છે.
અહીં તમને એમ વિચાર થાય કે ઉઠતાં વેત બીજા વિચાર થાય તો આપણને શું નુકસાન થાય? આનો ઉત્તર એ છે કે આપણા વ્યવહારમાં તમે ઘણીવાર કેટલાક માણસોને બોલતાં સાંભળો છો કે ભાઈ ! આજે ફલાણા માણસનું મોટું જોયું કે નામ લીધું તેથી હજી સુધી ખાવાનું મળ્યું નથી. અથવા આજે મને અમુક નુકસાન થયું છે અને એક દિવસ ફલાણાનું