________________
ગૃહસ્થની પ્રભાત અને એક દિવસ ફલાણાનું મોઢું જોયું હતું કે નામ લીધું હતું તેથી તે આખો દહાડો મને આનંદમાં ગયો હતો અને અમુક લાભ પણ થયો હતો.
આ વાત તદ્દન કાઢી નાખવા જેવી નથી. ઉઠતાવેંત આપણે સારા-નઠારા માણસનું મોઢું જોયું હોય કે નામ લીધું હોય તો આપણી તેવી સારી કે નઠારી ભાવના બંધાય છે અને ભાવનાના પ્રમાણમાં આપણું મન મજબૂત કે નબળું થાય છે, અથવા પવિત્ર કે અપવિત્ર; મજબૂત કે નબળી થયેલી ભાવનાના પ્રમાણમાં આપણું વર્તન થાય છે. અને સત્તામાં રહેલાં સારાં કે નઠારાં કર્મો તે આપણી ભાવનાના પ્રમાણમાં બહાર આવી આપણને સુખ કે દુઃખ આપે છે.
આ ઉપરથી આપણે સમજવાનું કે ઊંઘમાંથી જાગતાવેંત જ પરમાત્માનું નામ લેવા મંડી જવું અને મનરૂપી કોરા વાસણમાં ખરાબ વિચારોરૂપી હલકાં પદાર્થ ભરાવા પામે તે પહેલાં સારા વિચારરૂપી ઉત્તમ પદાર્થ ભરી દેવા, તેથી આપણો આખો દિવસ આનંદમાં જાય અને નુકસાન ન થાય. પરમાત્માનું નામ લેવાથી પુણ્ય બંધાય છે અને તેથી આપણે સુખી થઈએ છીએ.
આ પરમાત્માનું નામ કેટલી વાર લેવું તેનો કાંઈ નિયમ નથી. લેવાય તેટલી વાર લેવું. જેમ વધારે વાર લઈએ તેમ વધારે ફાયદો થાય છે. કોઈ પાઠ વધારે વાર ધ્યાનપૂર્વક ગોખ્યો હોય કે કોઈ વાત ઘણીવાર યાદ કરી હોય તો તે ઘણીવાર યાદ આવે છે, અથવા તરત યાદ આવે છે તેમ ભગવાનનું નામ ઘણીવાર ધ્યાનપૂર્વક એટલે બીજા કોઈ ઠેકાણે મનને ન પરોવતાં કે બીજી કોઈ વાત યાદ ન કરતાં તેમાં જ મન લગાડીને લીધું હોય તો આખો દિવસ વ્યવહારના કામકાજ કરતાં હોઈએ તો પણ તે પવિત્ર નામ યાદ આવે છે અને તે વધારે વાર યાદ આવતા તે વધારે વાર આપણે ગણીએ-જપીએ