________________
[ ૪ ]
તો ફાયદો પણ વધારે થાય છે.
ગૃહસ્થ ધર્મ
કુંભાર જેમ વાસણ બનાવવાનું ચક્કર વધારે જોરથી ફેરવે છે તેમ તે ચક્કર ફેરવી રહ્યા પછી પોતાની મેળે કેટલીક વાર સુધી ફર્યા કરે છે. જો ધીમેથી ફેરવ્યું હોય તો ફેરવી રહ્યા પછી થોડી જ વારમાં બંધ પડે છે. તેમ તમે જેટલી લાગણીથી અને જેટલી વાર પરમાત્માનું નામ લીધું હશે, તેટલી વાર ત્યાર પછી પણ વ્યવહારના કામમાં પણ તે યાદ આવ્યા કરશે. આ બાબતનો મનમાં મજબૂત સંસ્કાર પાડવાથી માણસોના ઘણાં અશુભ કર્મ ઓછાં થતાં તેમનું મન નિર્મળ થઈ જાય છે. અને તેમને આગળ વધવામાં મુશ્કેલી નડતી નથી. આ જિંદગીમાં જ તેઓ ધારે તો મહાત્મા પુરુષ પણ બની શકે છે. જુઓ કે કેટલી વાર સુધી ભગવાનનું નામ લેવું તેવો નિયમ નથી. તથાપિ વધારે વાર ભગવાનનું નામ લેવાને જેઓ આળસુ છે તેમણે નિયમ એવો રાખવો કે સાત કે એકવીસવાર તો અવશ્ય ભગવાનનું નામ ઊંઘ ઉડે કે તરત જ લઈ લેવું.
જેમને આખો દિવસ કે દરેક પ્રસંગમાં ભગવાનનું નામ કે પોતાનું કર્તવ્ય યાદ રાખવાની ઇચ્છા હોય તેમણે એક કોઈ પદ કે સ્તવન યા જેમાં પોતાનું કર્તવ્ય વર્ણવેલું હોય યા વૈરાગ્ય ભાવને સૂચવતું હોય તેવું કોઈ પદ લઈને ઉઠતાવેંત જ ધીમેધીમે મધુર રાગે પણ લંબાવીને, તેના અર્થમાં ધ્યાન આપીને, વારંવાર ઊંચે સ્વરે બોલવું તેનો એટલો બધો દૃઢ સંસ્કાર બંધાશે કે દિવસના કોઈ પણ ભાગમાં અને કોઈ પણ કામના પ્રસંગમાં તે પદનું અમુક વાક્ય તેના મુખમાંથી સ્વાભાવિક રીતે જ નીકળ્યા કરશે. એટલું જ યાદ રાખવાનું છે કે તે પદ કે વાક્યનો જેટલો મજબૂત સંસ્કાર મન ઉપર પડ્યા હશે તેટલી જ ઉતાવળથી તે યાદ આવશે. જો સંસ્કાર દઢ પડયો ન હશે તો વારંવાર યાદ નહિ આવે. તે પદ બોલતી વેળાએ બીજા વિચારો