________________
માનવ ભોજન
[ ૧૨૧ ]
ભોજન કરતી વખતે દક્ષિણ કે પશ્ચિમ દિશા તરફ મુખ કરી બેસવું નહિ પણ ઉત્તર કે પૂર્વ સન્મુખ મુખ રાખી ભોજન કરવું. આ ઉપર બતાવ્યાથી વિપરીત રીતે એટલે હાથ પગ ધોયા વિના, ક્રોધથી ધમધમતાં અને દુર્વાક્ય બોલતાં દક્ષિણ દિશામાં બેસી ભોજન કરવામાં આવે તો તેને રાક્ષસી ભોજન કહેવામાં આવે છે. આવી રીતે ભોજન કરવામાં પોતાના મન તથા શરીરને જ નુકસાન થાય છે. અને તેમ નહિ કરીને પોતાનો જ બચાવ કરવાનો છે.
માનવ ભોજન શરીરને પવિત્ર કરી, સારા સ્થાને બેસી, નિશ્ચલ આસને બેસી દેવગુરુનું સ્મરણ કરી પછી ભોજન કરવું તે માનવ ભોજન કહેવાય છે. ખરાબ હવાવાળા સ્થાનોમાં પોતે ન ગયેલ હોય તથા અપવિત્ર કે અશુચિ પદાર્થોનો સ્પર્શ પોતાના શરીરને ન થયો હોય તો હાથ પગ ધોઈ પવિત્ર થવું, નહિતર સ્નાન કરી શુદ્ધ થવું, ત્યાર પછી ભોજન કરવું. ભોજન કરવા માટે સારા ઠેકાણે બેસવું. અશુચિ વિષ્ટાદિ પડ્યાં હોય, જ્યાં લોકો પેશાબાદિ કરતા હોય, માખી આદિ જંતુઓ જ્યાં બણબણાટ કરી રહ્યાં હોય, જ્યાં અંધારું હોય, મતલબ કે મનને ઉગ ઉત્પન્ન થાય તેવાં સ્થાનોએ જમવા ન બેસવું. પણ સ્વચ્છ સ્થળ હોય. પ્રકાશ હોય, ખુલ્લી હવા હોય અને મનને ઉલ્લાસ થાય તેમ હોય તેવા સ્થાને ભોજન કરવા બેસવું.
નિશ્ચળ બેસવું, મતલબ કે હાલતાં ચાલતાં ઊભા કે ઉભડક પગે બેસી જમવું નહિ, પણ નિશ્ચળ આસને શાંતપણે બેસીને ભોજન કરવું. કોઈ વિષમ કે વિપત્તિના પ્રસંગની વાત જુદી છે પણ શાંતિના વખતમાં તો આવી રીતે બેસીને ભોજન કરવું.
ભોજન કરવા બેસતા પહેલાં કે બેસતી વખતે દેવગુરુનું સ્મરણ