________________
[ ૧૨૨ ].
ગૃહસ્થ ધર્મ કરવું. તેમનું પવિત્ર નામ લેવું ત્યાર પછી જમવું, દેવગુરુનું નામ પવિત્ર છે. મનને આનંદ આપનાર છે. મંગલમય છે. શુદ્ધ મને સ્મરણ કરી દરેક કાર્યમાં તેનો કાર્ય કરવાથી વિપત્તિઓ દૂર થાય છે અને દરેક પ્રમાણિક કાર્યમાં તેનો વિજય થાય છે.
આ પ્રમાણે પવિત્ર શરીર કરી કે હાથ પગ ધોઈને સારા સ્થળે બેસી નિશ્ચળ આસન રાખી, દેવગુરુનું સ્મરણ કરી પછી ભોજન કરવું. આ મનુષ્યપણાને લાયક હોવાથી મનુષ્ય ભોજન કહેવાય છે.
ઉત્તમ દૈવી ભોજન - સ્નાન કરી, દેવનું પૂજન કરી, પોતાના પૂજ્ય ગુરુ, માતા પિતાદિને નમન કરી, સુપાત્રમાં દાન આપી પછી ભોજન કરવું તે ઉત્તમ ભોજન કહેવાય છે. આ દૈવી પ્રકૃતિવાળાનું ભોજન હોવાથી તેને દૈવી ભોજન પણ કહે છે.
શરીર ઉપરનો મેલ આદિ અશુચિ દૂર કરવા માટે સ્નાન કરવું, સ્નાન કર્યાથી અશુચિ દૂર થાય છે. મન પ્રસન્ન રહે છે. વળી અશુચિવાળા દેહથી દેવ પૂજન થતું નથી, એટલે આ સ્નાન કરવાની સાથે તરત જ દેવનું પૂજન કરવું પૂજનથી પોતાની સાત્ત્વિક વૃત્તિમાં વધારો થાય છે. પુન્ય પ્રકૃતિ વધે છે. મન શરીર આદિ પણ ઉલ્લાસમાં આવે છે. અશુભ પ્રકૃતિ હઠી જાય છે. દેવપૂજન પછી પોતાનો પૂજ્ય વર્ગ કે જેમણે દેહનો જન્મ આપી, વિવિધ પ્રકારે પાલન કરી, યોગ્ય શિક્ષણ આપી વ્યવહારના દરેક કાર્યમાં સુગમતા કરી આપનાર પરમ ઉપકારી માતા પિતાને નમસ્કાર કરવો. તેમની આજ્ઞા માનવી, પોતાથી બને તેટલી યોગ્ય સુગમતા કે સગવડતા તેમના કાર્યમાં કે જરૂરિયાતમાં કરી આપવી. ઇત્યાદિ પ્રકારે તેમને નમન કરવું. નમનનો અર્થ પગે લાગવું અને તેમનું કોઈ પણ કાર્ય ન કરવું, કે તેમની આજ્ઞા ન માનવી