________________
ઉત્તમ દૈવી ભોજન .
[ ૧૨૩ ] એવો અર્થ ન કરવો. પણ તેમની દરેક પ્રકારે સેવા બજાવવી.
ત્યારબાદ પોતાના બન્ને લોકના પરમ ઉપકારી સત્ય માર્ગ બતાવનાર જ્ઞાનનેત્ર દાતા ગુરુને નમસ્કાર કરવો. નમસ્કાર કર્યા બાદ કોઈ પણ સત્પાત્ર, મહાત્મા, ત્યાગી ગુરુને યોગ્ય દાન આપવું. ગૃહસ્થોએ બને ત્યાં સુધી સત્પાત્રને દાન આપ્યા પછી જમવું. અહીં સપાત્ર કહેવાથી અનુકંપા બુદ્ધિથી ગરીબ, અનાથ, નિરાધારને દાન આપવાનું તો દરેક પ્રસંગે ચાલુ હોય છે જે તેથી ભોજન કર્યા પહેલાં સુપાત્રને પણ દાન આપવું એમ જણાવ્યું છે. ત્યાગ આશ્રમ ગૃહસ્થાશ્રમને આધારે રહેલો છે. તેથી ગૃહસ્થોએ તેનું સારી રીતે પોષણ કરવું, તેમ કરવાથી ઉત્તમ ગુરુઓ પોતાનું જ્ઞાન ધ્યાન નિર્વિદનપણે આગળ વધારી શકે છે. અને તેઓ તરફથી ગૃહસ્થોને ઉત્તમ પ્રકારનો બોધ સહેલાઈથી મળી શકે છે. ત્યાર પછી ભોજન કરવું. -
આ કહેવાથી એમ કહેવાયું કે, ગૃહસ્થોએ સ્નાન કરી દેવપૂજન કરવું. માતા-પિતા, ગુરુ આદિને વંદન કરવું, અને સુપાત્રમાં દાન કરવું. ત્યાર પછી ઉત્તમ સ્થાને અને સ્થિર આસને બેસી, શાંતપણે આનંદપૂર્વક ભોજન કરવું. આ ઉત્તમ ભોજન છે.
આથી પુણ્ય પ્રકૃતિ વધે છે. પાપ પ્રકૃતિ હઠે છે. શરીર નિરોગી રહે છે. મન આનંદિત રહે છે. આવી જ રીતે કોઈ પણ વ્યવહારિક કાર્યમાં પ્રવૃત્તિ કરવાની હોય તે પ્રસંગે આત્મજાગૃતિ બની રહે અને મનની વિશુદ્ધિ થાય તેવી પ્રવૃત્તિ રાખતા જવું. (ભોજન જમતી વખતે પાળવા યોગ્ય સૂચના)
ભોજન કરતી વખતે ઘણી બોલવાની ટેવ ન રાખવી. ભોજનમાં કાંઈ ફેરફાર થયો હોય કે પોતાની રુચિથી વિરુદ્ધ આસ્વાદવાળું