________________
[ ૧૨૪ ]
ગૃહસ્થ ધર્મ ભોજન બન્યું હોય તે તે વખતે શાંતપણે ભોજન કરવું. ત્યારબાદ ધીમાશથી મીઠા શબ્દ રાંધનારને કે ભોજન લાવનારને યોગ્ય સૂચના આપવી, અને ફરી તેવી ભૂલ ન થાય તે માટે સાવચેતી રાખવા સૂચવવું, પણ જમતી વખતે ન કહેવું તેમ કરવાથી ક્રોધ, કષાય, કલેશ વગેરે કદાચ ઉત્પન્ન થાય તો જમેલું ભોજન વિષમય થાય છે. વળી મીઠા શબ્દોથી જે કાર્ય ઘણી વખત સહેલાઈથી સિદ્ધ થાય છે તેવું તપી જવાથી કે કલેશ કરવાથી થતું નથી.
સંધ્યા વેળાએ, ગ્રહણ વખતે અને સગાંસંબંધીઓનું મૃત કલેવર જ્યાં સુધી ઘરમાં પડેલું હોય ત્યાં સુધી ભોજન ન કરવું. મતલબ કે તે વખત વીત્યા પછી અને મૃતક બહાર લઈ ગયા બાદ ભોજન કરવું.
પોતાના ઘરમાં ધન સંપત્તિ સારી હોય તો ખાવામાં કૃપણતા ન કરવી. મતલબ કે અનાજ, ઘી, ફળાદિ હલકાં સડી ગયેલાં, ગંધાઈ કે બગડી ગયેલાં હોય તે ખાવાના ઉપયોગમાં ન લેવાં. તેમ જ પોતાના ધનની આવકના પ્રમાણમાં ભોજન ખર્ચ રાખવું. ઉત્તમ ખોરાકથી શરીર બળવૃદ્ધિ પામે છે. શરીરની કાંતિ દેદીપ્યમાન થાય છે. દૂધ વિર્યને વૃદ્ધિ પમાડનાર છે. ઘીથી શરીર મજબૂત થવા સાથે કાંતિ વધે છે. મીઠાશથી લોહી વધે છે. અનાજથી શરીર બળવાન થાય છે.
અજાણ્યે ભોજન કે અજાણ્યાં ફળો ખાવાં નહિ. ધર્મથી ભ્રષ્ટ થયેલા, બાળ, સ્ત્રી, પશુ, આદિની ઘાત કરનારા અને ઉત્તમ આચારને લોપનારાઓને ઘેર કે સાથે બેસી ભોજન ન કરવું. તેમ કરવાથી લોકમાં નિંદા પાત્ર થવાય છે અને તેના મલિન વિચાર કે અણુઓની અસરથી નિષ્ફરતા કે નિર્દયતા પોતામાં આવવાનો સંભવ રહે છે.
મદિરા, માંસ, આદિનું ભોજન કે પાન કદી પણ ન કરવું. તે તામસી ખોરાક છે તેથી મનુષ્યમાં ભયંકર ક્રૂરતાનો વધારો થાય છે.
તેમ જ વધારે વખત છાશ બહાર રહેલું માખણ તથા મહુડાં,