________________
અક્ષતપૂજા
[ ૧૦૫ ] મારું સ્વરૂપ મને પ્રગટ થાય.
આ પ્રમાણે દીપક પૂજા કરી છઠ્ઠી અક્ષત પૂજા કરવી.
અક્ષતપૂજા - 6. ઉજ્જવળ, અખંડ, ફોતરાં વિનાના ઉત્તમ ચોખાનો સાથીઓ કરવા રૂપ તે મહાપ્રભુની અક્ષતપૂજા કરવી.
આ પૂજા કરતી વખતે પોતાની માનસિક લાગણીઓ, તે દયાળુ પ્રભુ પાસે પ્રગટ કરવી. પોતાની લાગણીઓ જેમ જેમ વ્યક્ત થાય છે તેમ તેમ ભાવવૃદ્ધિ સાથે તન્મય-એકાકારવૃત્તિ પૂજામાં બની રહે છે. માટે જેમ બને તેમ લાગણીઓ પ્રગટ કરવા પ્રયત્ન કરવો.
હે આત્મદેવ! આ અક્ષત એટલે (ચોખાનો) સાથીઓ આપની પાસે કરવારૂપ નિમિત્તથી મારી આંતર લાગણીઓ હું આપની પાસે એવી રીતે વ્યક્ત કરું છું કે આ ચોખા ઉજ્જવળ છે તેમ તમારું આત્મસ્વરૂપ ઉજ્જવળ છે. ચોખા અખંડ (આખા) છે. તેમ તમારું સ્વરૂપ અખંડ છે. આ અક્ષતમાંથી અંકુરો ઉગે તેવી શક્તિ નાશ પામેલી છે. તેમ આપના સ્વરૂપમાંથી કર્મઅંકુરાઓ ઉત્પન્ન થાય તેવી શક્તિ નાબૂદ થઈ છે. અર્થાત્ તમે કર્મબીજથી રહિત થયા છો. આ ચોખા ફોતરાં વિનાના છે. તેમ તમે કર્મરૂપ કે દેહરૂપ ફોતરાં રહિત કેવળ શુદ્ધ સ્વરૂપ થયેલા છો.
હે કૃપાનિધિ ! આપની સેવાથી મારું ઉજ્જવળ, અખંડ આત્મસ્વરૂપ પ્રગટ થાઓ. કર્મશક્તિ નાશ પામો અને દેહરૂપ પરાળફોતરાં વિનાની શુદ્ધ સ્થિતિ પ્રાપ્ત થાઓ. આથી વધારે મને કાંઈ જરૂર નથી મારું સ્વરૂપ મને સમજાય તે સિવાય હું કાંઈ ઇચ્છા કરતો નથી. સાથીઓ કરતી વખતે એ મનોરથો કરવા કે હે દયાળુ પ્રભુ! આ ચાર પાંખડી સમાન ચાર ગતિ ઘણી વાંકી છે તેમાં વારંવાર