________________
[ ૧૦૪ ]
' ગૃહસ્થ ધર્મ દીપકપૂજા કરતી વખતે માનસિક લાગણીઓ તે પરમાત્મા પાસે જાહેર કરવી. હૃદયનો ખરો આવેશ આ દીપકના બહાના નીચે વ્યક્ત કરવો. હે દેવાધિદેવ ! આ દીપક પ્રકાશરૂપ છે. અંધકારનો નાશ કરનાર છે. વાતાવરણ શુદ્ધ કરનાર છે. અનેક દીવાઓને પ્રગટાવનાર છે. આ દીપક આપની પાસે વ્યક્ત કરવાનો મારો આશય એવો છે કે હે પ્રભુ ! જેમ આ દીપક પ્રકાશક છે તેમ તમે જ્ઞાન વડે લોકાલોકના પ્રકાશક છો. દીપક અંધકાર નાશક છે. આપ અજ્ઞાન અંધકારનો નાશ કરનારા છો. દીપક વાતાવરણ શુદ્ધ કરનાર છે. આપ મલિન વાસનાને સુધારનાર છો. આ દીવાથી અનેક દીવા પ્રગટાવાય છે. તેમ આપના કેવળજ્ઞાનરૂપ નહિ બુઝાય તેવા દીપકથી અનેક યોગ્ય જીવોના આત્મદીપક પ્રગટાવાયા છે. સદાને માટે પ્રકાશતા થાય છે તે શરણાગત વત્સલ ! મારામાં આવી જ્ઞાનદીપક પ્રકાશિત થાઓ. અજ્ઞાન અંધકાર દૂર થાઓ. મલિન વાસનાઓ નાશ પામો. સદાને માટે મારો આત્મદીપક પ્રકાશિત રહો. એવી મારી અંતઃકરણની ઇચ્છા છે.
- આ આરતીમાં પાંચ દીવા છે. ચાર નીચા છે અને એક સર્વથી ઉપર છે તેમ આ પાંચ દીપક તે પાંચ જ્ઞાન છે. ચાર જ્ઞાન ક્ષયોપશમજન્ય છે. આ સર્વથી ઊંચું તે કેવળજ્ઞાન છે જે આત્માના સ્વભાવભૂત છે. તેમ મંગલદીપકમાં આ એક જ મોટો દીપક પ્રકાશિત થઈ રહ્યો છે. તે એમ સૂચવે છે કે આ સર્વથી મોટું કેવલજ્ઞાન તે એક જ છે. સર્વનો પ્રકાશ છે અને તે શુદ્ધ આત્મા જ છે. હે દીનાનાથ ! આ શુદ્ધ સ્વપર પ્રકાશક એક કેવલજ્ઞાન કે જે મારું આત્મસ્વરૂપ છે તેની જ મને પ્રાપ્તિ થાઓ. આ એક દીપકથી હું સૂચવું છું કે આ એક આત્મસ્વરૂપની જ મને જરૂરિયાત છે. બીજા કશાની મને જરૂર નથી.
હે નાથ ! એવી ઉન્નત લાગણી મારામાં ઉત્પન્ન કરો કે તે