________________
ધૂપ પૂજા - દીપક પૂજા
[ ૧૦૩ ] સારા વિચારો આપી તેના ખરાબ વિચારો દૂર કરાવી શકીએ એવી વિશુદ્ધિ પ્રાપ્ત થાઓ.
ધૂપ મનને શાંતિ અને આલાદ ઉત્પન કરાવે છે. તેમ છે પ્રભુ! અમારું વર્તન એવું શુદ્ધ થવું જોઇએ કે અમને પોતાને તથા અમારા આશ્રિતો અગર સમાગમમાં આવનારાઓને શાંતિ અને આલાદ ઉત્પન થવો જોઈએ. હે દયાળુ! તારી આ પૂજાથી અમારામાં એવી વિશુદ્ધિ ઉત્પન થાઓ કે જેથી સર્વને અમે શાંતિ તથા આફ્લાદ ઉત્પન્ન કરાવી શકીએ અને અમે પણ તે ભોગવી શકીએ.
ધૂપનો ધૂમાડો જેમ ઊંચો જાય છે તેમ ત્રિવિધ તાપથી બળવા છતાં અમારી ઈચ્છા કે ભાવનાઓ ઉચ્ચગામી જ થાઓ. અમારા હૃદયમાં ભાવનાઓ જ પ્રેરાઓ તેને લઈ અમારું જીવન ઉચ્ચ બનો, અને અમારી ગતિ પણ ઉચ્ચ જ પ્રાપ્ત થાઓ.
લોકો જેમ સુગંધી ધૂપના ધૂમાડાને પ્રભુની તરફ પ્રેરે છે, તેમ અમારું સુગંધી જીવન-સદ્ગણી જીવન પ્રભુના માર્ગ તરફ જ પ્રેરાઓ. ધૂપના ધૂમ્રની માફક અમે પોતે અમારા આત્મિક જીવનથી શુદ્ધ સ્વરૂપ આત્માને જ પ્રાપ્ત થઈએ. પોતાનાં જ શુદ્ધ સ્વરૂપરૂપ પરમાત્માને પામીને તે સ્વરૂપમાં જ ધૂપની માફક વિરામ પામીએ. હે નાથ ! આવું ઉત્તમ બળ આપ. આવી નિર્દોષ વિશુદ્ધિ આપ. એવી અગાધ શક્તિ અમારામાં પ્રગટ થાય એ જ અમારી હૃદયની લાગણી છે.
આ પ્રમાણે યથાયોગ્ય વિચાર કરવા પૂર્વક ધૂપ પૂજા સમાપ્ત કરી દીપપૂજા કરવી.
(દીપક પૂજ - પ.) ઘીનો દીવો પ્રભુની પાસે કરવો. પાંચ દીવાની આરતી કરવી, એક દીવાવાળો મંગળદીવો પ્રગટાવવો, આ સર્વ દીપકપૂજા છે. આ