________________
[ ૧૦૨ ]
ગૃહસ્થ ધર્મ પુષ્પોએ પોતાની સુંદરતા અને સુગંધતાને લઈ દેવોને પણ મસ્તકે ચડવાની શક્તિ પ્રાપ્ત કરી છે તેમ અમે અમારા સત્યસ્વરૂપની સુંદરતા અને ઉત્તમ વર્તનની સુગંધતાને લઈ આ લોકના અગ્રભાગ ઉપર સિદ્ધ જીવોની સમીપમાં નિવાસ કરી શકે તેવી અમારામાં આત્મશક્તિ પ્રગટ થાય તેવી વિશુદ્ધિ આપો. આ પ્રમાણે પુષ્પ પૂજા થયા પછી ધૂપ પૂજા કરવી.
દ્વિપ પૂજા - ૪) પોતાના દુષ્કૃત્યનો નાશ કરવા નિમિત્તે દશાંગ ધૂપ તે પ્રભુની આગળ ડખેવવો-સળગાવવો તે રૂપ ધૂપ પૂજા કરવી. આ ધૂપની પૂજા કરતી વખતે પોતાની ઉત્તમ હૃદયગત ભાવના તે મહાપ્રભુની આગળ પ્રગટ કરવી. હૃદયના ઊંડા વિશુદ્ધ ભાગમાંથી નીકળેલી ભાવના મનને વિશુદ્ધ બનાવે છે, કર્મનો ક્ષય કરાવે છે.
પ્રભુઆ ધૂપ પોતે બળે છે છતાં વાતાવરણને સુધારે છે, મનને શાંતિ, આફ્લાદ ઉત્પન કરે છે અને ધૂમાડો ઊંચો જાય છે. લોકો તે સુવાસવાળા ધુમાડાને પ્રભુની નજીક હડસેલે છે. આ ધૂમાડો પણ પોતાની સુગંધ સાથે તે પ્રભુના નજીકમાં જઈને વિરામ પામે છે.
આ ધૂપને આપની પાસે ઉખેવીને હે કૃપાળુદેવ! અમે એમ કહેવાને ઇચ્છીએ છીએ કે, આ ધૂપ પોતે બળવા છતાં વાતાવરણને સુધારવાને સમર્થ થાય છે તેમ અમે પૂર્વ કર્મસંયોગે વિવિધ તાપથી બળવા છતાં આત્મજાગૃતિથી આજુબાજુના લોકોનું અને અમારું પોતાનું મન રૂપ વાતાવરણ તેને શુદ્ધ કરી શકીએ તેવું આત્મબળ આપો. મતલબ કે આ ધૂપની માફક અમે જે જે સ્થળે બેસીએ, વસીએ, રહીએ ત્યાં ત્યાં ઉત્તમોત્તમ વિચારોનું વાતાવરણ ફેલાવી શકીએ. અમે પોતે સુધરીએ અને અમારી સોબતમાં આવનારને પણ