________________
[ ૧૫૮ ]
ગૃહસ્થ ધર્મ
-
-
-
-
-
-
-
૧) ગર્ભવતી સ્ત્રીઓએ દયાનમાં
રાખવાની બાબત ગર્ભ રહે ત્યારથી જ બાળકને ઉછેરવાની ફરજ માતા, પિતા ઉપર આવી રહેલી છે ગર્ભ રહ્યા પછી ગર્ભ ધારણ કરનાર સ્ત્રીએ વિષયવાસના ઉપર કાબૂ રાખવો, કલેશ કંકાશ ન કરવો, ઘણાં ઠંડા, ઘણાં ઉનાં, ઘણાં વાયુ કરનાર, પિત્ત કરનાર, કફની વૃદ્ધિ કરનાર પદાર્થો ખાવા નહિ, ધીમે ચાલવું, ધીમે બોલવું, મંદ હસવું, દોડવું નહિ, ઊંચા નીચાં થનારાં, ખડખડાટ કરનારાં અને જેને લઈ શરીર હચમચાવી નાખે તેવાં વાહનો ગાડી, ઘોડા આદિ પર તે બાઇએ બેસવું નહિ, પછાડી ખાવી નહિ, કૂદવું કે ઠેકવું નહિ. ઉપવાસ કરવા નહિ, ઘણો ભાર ઉપાડવો નહિ, ઘણા ઊંચે ચડવું નહિ, ઘણા નીચાણમાં ઉતરવું નહિ, ઘણી ચિંતા ન કરવી ઇત્યાદિ અનેક પ્રકારની સાવચેતી ગર્ભવાળી સ્ત્રીઓએ ગર્ભના હિત માટે રાખવાની છે.
( ગર્ભવાળી સ્ત્રીઓનું કર્તવ્ય)
ગર્ભના મહિનાઓની અંદર ગર્ભવતીએ સારા સારા વિચારો કરવા, ઉત્તમ બળ, શૌર્ય હિમ્મત આવે તેવા પુસ્તકો વાંચવા, પરોપકાર, આત્મપરાયણતા, સત્યનો નિર્ણય અને સાત્વિક પ્રકૃતિનો વિકાસ થાય તેવા ધાર્મિક વ્યાખ્યાનો સાંભળવાં. વિવિધ પ્રકારના કુદરતી દેખાવો નિહાળવા, જ્ઞાતિનો, ધર્મનો, દેશનો ઉદ્ધાર કરવા સંબંધી વિચારો કરવા સારા બુદ્ધિમાન, વિવેકી, ધર્મશીલ અને આત્મપરાયણ મનુષ્યોના સમાગમમાં આવવું અને તેમની કહેલી અગર આપસમાં થતી વાતચીત ઉપર ધ્યાન આપવું. આ પ્રમાણે વર્તન