________________
ગર્ભવતી સ્ત્રીઓએ ધ્યાનમાં રાખવાની બાબત [ ૧૫૯ ] કરવાથી તે તે વિચાર, શ્રવણ સોબત અને વાંચન આદિથી હૃદયમાં ઉત્પન્ન થતાં ભાવોની ભાવી અસર તે ગર્ભના જીવ ઉપર અમુક અંશે પણ થયા સિવાય રહેશે નહિ. મતલબ કે તેથી ગર્ભમાં રહેલો જીવ તેવા ગુણવાળો થાય છે. અને તેવો પ્રતાપી ગર્ભ-પુત્ર ઉત્પન્ન કરવાની માતાની ઇચ્છા હોવી જ જોઈએ. જેને પ્રતાપે ‘રત્નકુક્ષી’ વીરજનેતા ! એવા વિવિધ સુંદર ઉપનામોથી આ દુનિયામાં અમર નામો લાંબાકાળ પર્યંત જેના ગવાઈ રહે છે તે માતાઓએ પોતામાં પરાક્રમી બાળકો ઉત્પન્ન કરવા માટે ગર્ભ અવસ્થામાં જ આવા ઉત્તમ વિચારના દૃઢ સંસ્કારો પાડવા પ્રયત્ન કરવો.
ગર્ભવાળી સ્ત્રી માટે સાવચેતીના ઉપાયો
પતિએ પણ ગર્ભનાં હિત માટે દરેક જાતની સગવડ પોતાની સ્ત્રીને કરી આપવી જોઇએ. ગર્ભ રહ્યા બાદ લગભગ ત્રણ મહિને વિવિધ પ્રકારની ઇચ્છાઓ જેને દોહલા કહે છે તે ઉત્પન્ન થાય છે. ગર્ભ જેવી પ્રકૃતિવાળો હોય, જેવા શુભાશુભ કર્મવાળો હોય, તેવા જ દોહલા તેની માતાને ઉત્પન્ન થાય છે. આ ઇચ્છાઓ તે સ્ત્રીની જ્યાં સુધી પૂર્ણ થતી નથી ત્યાં સુધી તેને ચેન પડતું નથી અને તેથી ગર્ભને શાંતિ મળતી નથી, માટે બુદ્ધિમાન પતિએ સ્ત્રીની સર્વ ઇચ્છાઓ જેને ગર્ભના દોહલા તરીકે ગણવામાં આવે છે તે સર્વ પૂર્ણ કરવી જોઇએ.
જન્મ થયા બાદ સૂતિકાબાઇની શરીરસંપત્તિ લથડી ન જાય તે માટે તરત ચાંપતા ઉપાયો લેવા. જો તે બાઇને તરત જોઇતી મદદ મળતી નથી. તો તેનું મરણ થવા સુધીના પ્રસંગો ઉત્પન્ન થાય છે અથવા લાંબા વખત સુધી મોટી બિમારી ભોગવવી પડે છે અને સુવારોગ જેવા ભયંકર રોગથી શરીરનું લોહી ચાલ્યા જવા સાથે જિંદગીભર માટે નિર્બળ શરીર થઈ જવાનો પણ ભય રહે છે.