________________
[ ૪૮ ]
ગૃહસ્થ ધર્મ ત્રીજું વ્રત અદત્તાદાનવિરમણ 3.) નિર્ધનતા, કામધંધાનો અભાવ, આવકથી ખર્ચ વધારે તેવાને ચોરી કરનારાઓની સોબત-ઇત્યાદિ કારણે આ ચોરી કરવાની ટેવ પડે છે. નાના પ્રકારના હુન્નર, ઉદ્યોગ, નોકરી, ખેતી કે વેપારાદિ કાર્યમાં જોડાઈ જવાથી, ખર્ચથી પણ આવક વધારે થવાથી અને સારી સોબતમાં રહેવાથી દુર્ગુણ દૂર કરી શકાય છે.
તાળું તોડવું, ખાતર પાડવું, ગાંઠ કાપવી, વાટ લૂંટવી, લૂંટ ચલાવવી, નબળાઓને મારીને માલ પડાવી લેવો ઇત્યાદિ ચોરી ગણાય છે. તેમ જ કોઈનું પડી ગયેલું, મૂકેલું, ઘરમાં રહેલું અને દાટેલું ઈત્યાદિ વસ્તુઓ લેવી તે પણ ચોરી ગણાય છે. ટૂંકમાં કહીએ તો વસ્તુના માલિકે રાજીખુશીથી આપ્યા સિવાય કાંઈ પણ લેવું તે ચોરી કહેવાય છે. આત્મહિત ઇચ્છનારા જીવોએ ચોરીનો ત્યાગ કરવો જોઇએ, ચોરી કરનારનું કદી પણ સારું થતું નથી. ધન મનુષ્યોનાં બાહ્ય પ્રાણ છે, તે લઈ લેવાથી તેના અંતર પ્રાણનો પણ નાશ થવાનો સંભવ છે. કોઈ મનુષ્યને મારવામાં આવે છે તો તે મરનારને ક્ષણવાર દુઃખ થાય છે પણ ધનાદિ હરણ કરવાથી તો તેના આખા કુટુંબને જિંદગીપર્યંત દુઃખ થાય છે. પરનું ધન ચોરનાર મનુષ્યને તેનું ધન લૂંટે છે એમ નથી પણ ધનની સાથે તેના આભવ અને પરભવ બનેનો નાશ કરે છે, બગાડે છે. ધન જવાથી ધર્મ, વૈર્ય, ધૃતિ, બુદ્ધિ વગેરેનો નાશ થાય છે. ધન કે જેના ઉપર તેના સર્વ કુટુંબનો આધાર હતો તે જવાથી તેની ગમગીનીમાં કેટલાક મનુષ્યો ગાંડા થઈ જાય છે, કેટલાક મરણ પામે છે, બુદ્ધિભ્રમિત થાય છે, ધીરજ રહેતી નથી, શાંતિમાં ભંગ થાય છે અને નિશ્ચિતતાને અભાવે ધર્મ કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતા નથી.
ચોરી પવિત્ર કુળને કલંકિત કરે છે. મહાન અપયશ ફેલાવે