________________
-
-
-
-
-
-
-
--
વચ અતિચાર
[ ૪૭ ) - કોઈ માણસો એકાંતમાં વાતચિત્ત કરતા હોય તે દેખી એમ કહેવું કે આ રાજવિરુદ્ધ કે અમુક વિરુદ્ધ વિચાર કરે છે. તેઓ પોતાના સંબંધમાં કાં વિચાર ન કરતા હોય? નિશ્ચય કર્યા વિના અકસ્માત બોલી નાખવાથી, પોતાના અને અન્યના સંબંધમાં મોટું નુકસાન થવાનો સંભવ છે માટે વિચારીને બોલવું.
૨. વિશ્વાસુ જાણી કોઈએ ગુપ્ત વાત કહી હોય, તે ખુલ્લી કરવી, આ અતિચાર છે તેમ કરવાથી સામા માણસને જોખમમાં ઉતરવું પડે છે. તે સાથે વિરોધ થવા પણ સંભવ છે.
૩. પોતાની સ્ત્રીના સંબંધની ગુપ્ત વાતો કોઈ મિત્રાદિ આગળ કહેવી, તે અતિચાર છે તેમ છતાં સ્ત્રીને શરમાવા જેવું થાય છે. અવિશ્વાસ વધે છે. અને તે ગુપ્ત રહસ્યમિત્રાદિના જાણવામાં આવ્યાથી આપણી ગેરહાજરીમાં તે મિત્રાદિ તરફથી તેનો દૂરઉપયોગ થવાનો પણ સંભવ છે અને કલેશ ઉત્પન્ન થવાનો પણ સંભવ રહે છે.
૪. કોઈને દુઃખમાં પાડવા ખોટી સલાહ આપવી અથવા પાપનો ઉપદેશ આપવો.
૫. જૂઠા દસ્તાવેજ કે ખત વિગેરે કરવા. મનમાં એમ ધારીને જૂઠું ખત વગેરે કરે કે આપણે તે જૂઠું બોલવાનો નિયમ છે પણ લખવાનો કયાં છે? પણ આ ગુન્ડો ઓછી બુદ્ધિવાળાએ ગેરસમજથી કર્યો હોય તો તો ચલાવી લેવાય, પણ બુદ્ધિમાન થઈ આપણા અસત્યનો ભેદ છે એમ સમજતાં છતાં કરનારને તો વ્રતના ભંગનો દંડ મળે છે.
આ પાંચ અતિચાર ન લાગે તેવી રીતે બરોબર કાળજીપૂર્વક બીજું વ્રત પાળવું.