________________
છઠ્ઠા વ્રતના પાંચ અતિચાર
[ ૬૫ ] પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઊંચે અને નીચે એમ છે દિશાઓમાં જવા આવવાનો અમુક ગામની મર્યાદાથી નિયમ રાખવો.
જેમ કે આ શહેર કે ગામથી વ્યાપારાદિના પ્રસંગે આ દિશામાં આટલા યોજન, માઈલ કે ગાઉ જઈશ. તેથી આગળ નહીં જાઉં. આમ છએ દિશામાં જવાનો નિયમ ઇચ્છાનુસાર રાખવો.
આ નિયમથી શરીર તે દિશા તરફ જતું અટકે છે. મનને પણ તે દિશાથી આગળની હદમાંથી વસ્તુ મેળવવાના વિચારો કરતા અટકાવવું જોઈએ. તેમાં ધર્મ પ્રાપ્તિ આદિ આત્મ કલ્યાણનો માર્ગ તે નિયમિત દિશાની બહારથી પ્રાપ્ત થતો હોય તો તેને માટે છૂટ રાખવી કારણ કે આપણું લક્ષ બિન્દુ અમુક દિશામાં જવું કે ન જવું તે નથી પણ તે દિશાઓ તરફથી થતા પોતાથી કરાતા નુકસાનથી અટકવું તે છે. તે સાથે એમ પણ યાદમાં રાખવાનું છે કે તે નિયમ આત્મ કલ્યાણમાં મદદગાર થાય તે માટે લીધેલ છે પણ ઊલટો નિયમ આત્મકલ્યાણમાં વિદનભૂત થાય તે માટે લીધેલ નથી તે વાત ખાસ ધ્યાનમાં રાખવી.
(છઠ્ઠા વ્રતના પાંચ અતિચારો
૧-૨-૩-૪ છટ્ટા વ્રતના પાંચ અતિચારો આ પ્રમાણે છે. ઊર્ધ્વ દિશામાં, અધો દિશામાં અને તિચ્છિ (ઊંચી, નીચી અને સપાટ) દિશામાં જવાનો જે નિયમ લીધેલ છે, પરિમાણ કરેલ છે. તેનું અનુઉપયોગે (જાગૃતિ વિના) અતિક્રમણ (ગમન) કરેલું હોય તે પ્રમાણાતિક્રમણ અતિચાર છે.
૪. ક્ષેત્રવૃદ્ધિ સર્વ દિશાઓમાં માનો કે સો યોજન જવાનું પ્રમાણ કર્યું છે, તેથી અધિક. અમુક દિશામાં જવાની જરૂર પડે ત્યારે બીજી દિશાના કેટલાએક યોજન પ્રમાણમાં ઓછાશ કરીને, ઇષ્ટ દિશામાં