________________
[ ૨૬ ]
દોઢ હાથ દૂર ઊભા રહેવું તેથી નજીક જવું નહીં.
સ્તુતિ સંસ્કૃતમાં હોય કે ચાલુ દેશભાષાની કવિતામાં હોય અથવા સાદી સરળ ભાષામાં હોય તેનો કાંઇ બાધ કે નિયમ નથી પણ પોતે શું બોલે છે તેનું પોતાને ભાન હોવું જ જોઈએ, નહિતર તેનું પરિણામ શૂન્ય જેવું સમજવું. કારણ કે પોતે જે બોલે છે તેનો ભાવાર્થ પોતાને સમજાયા વિના આનંદ આવતો નથી. સ્તુતિ અહીં જે કરવાની છે તે પોતાના માટે જ કરવાની છે. તમારી સ્તુતિ કઇ ભાષામાં છે તેની તે ઠેકાણે કિંમત કરાવવાની નથી. કેમ કે જેની તમે સ્તુતિ કરો છો તે તો સર્વ ભાષાના જાણનાર છે. તે ઠેકાણે તો તમારી લાગણીની જરૂર છે. તમારા હૃદયની ઊંડી ઉર્મિઓની જરૂર છે અને तभारी स्तुतिनी जरी असर तमे तमारा पोताना उधर કરવાની છે. સ્તુતિ કરતાં રોમાંચ ઉલ્લસી આવે, હર્ષના આંસુ નીકળી આવે, દેહનું ભાન ભૂલાઈ જાય અને તે પ્રભુની સાથે એકરસ થઈ જાઓ. ત્યારે તે તમારી સ્તુતિ મહાપ્રભુના ટ્રારે નોંધાઇ ચૂકી છે એમ જરૂર સમજજો. પ્રભુને ઠગવા માટે સ્તુતિ કરશો નહિ, તે કયાં તમારા ઉપર ફરજ નાંખે છે. સ્તુતિમાં બોલો છો કે, “પ્રભુ ! હું પાપી છું. મહા પાપી છું. ઘોર પાપી છું. મારો ઉદ્ધાર કર વિગેરે.” પ્રભુ આગળ આવી સ્તુતિ કરો છો, અને બહાર નીકળ્યા બાદ કોઇ પ્રસંગમાં તમને કોઇએ પાપી કહ્યો હોય તો તેની સાથે લડવા-કજીયો કરવા બેસો છો. આનો અર્થ શું ? દેરાસરજીમાં પ્રભુને ઠગતા જ હતા ને ? તમે આ વખતે ધારો છો કે હું પાપી નથી. સામાને તેની ખાતરી કરી આપવા માટે લડો છો કે હું પાપી નથી. ત્યારે પ્રભુ આગળ શું બોલતા હંતા ? તેને ઠગવા માટે જ બોલતા હતા ને ? તમારા બોલવાથી તે પ્રભુ ઠગાવાનો નથી પણ તમે જ ઠગાઓ છો. જેવું બોલો તેવું વર્તન રાખો.
ગૃહસ્થ ધર્મ