________________
સાથીઓ અને અંતરની લાગણી
[ ૨૭ ] ઊભા ઊભા સ્તુતિ કરો. આ સ્તુતિ ઓછામાં ઓછા એક કાવ્યથી તે એકસો આઠ કાવ્ય સુધી વધારેમાં વધારે કરો. ત્યાર પછી ભગવાનની સન્મુખ ચોખાનો સાથીઓ પ્રમુખ કરો. કાંઈ પણ પ્રભુની સન્મુખ મૂકીને પછી જ વિસ્તારથી સ્તુતિ કરવી. આ કાંઈ પણ મૂકવાનું કારણ એ છે કે દેવ, ગુરુ, રાજા અને નિમિત્તિઓ આગળ ખાલી હાથે જવું ન જોઈએ. ફળથી ફળોની પ્રાપ્તિ થાય છે. આ ફલોનો કાંઈ પ્રભુને ઉપભોગ કરવાનો નથી પણ તે દ્વારા પોતાની લાગણીઓ તમારે પ્રગટ કરવાની છે અને તે આ પ્રમાણે છે.
[ સાથીઓ અને અંતરની લાગણી
શુદ્ધ-સ્વચ્છ ચોખાથી સાથીઓ એક પાટલા ઉપર આલેખવો. આ વખતે મનમાં એવી લાગણી ઉત્પન્ન કરવી કે હે પ્રભુ ! આ સાથીઓ કે જેની ચારે પાંખડીઓ ઘણી જ વાંકી છે તેની માફક આ સંસારની ચારે ગતિઓ ઘણી જ વિષમ છે, કારણ કે તેની અંદર વિવિધ પ્રકારની આધિવ્યાધિ અને ઉપાધિઓ રહેલી છે. જન્મ, મરણ દરેક ગતિમાં અનિવાર્ય છે. વિવિધ તાપની અસહ્ય વેદનાનો અનુભવ કરવો પડે છે તે આ ચાર ગતિરૂપ ચાર પાંખડીઓને તું છેદી નાખ. આ વિચારની લાગણી દર્શાવ્યા બાદ તે સાથીઓ ઉપર ત્રણ ચોખાની ઢગલી કરવી. તે કરતી વખતે એવી વિચારણા કરવી કે, હે પ્રભુ! આ ત્રણ ઢગલી કરવારૂપ ક્રિયાથી હું આપને એમ સૂચવું છું કે મને જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ અમૂલ્ય ત્રણ રત્ન આપ.
ત્યાર પછી સિદ્ધશીલા કે અષ્ટમીના ચંદ્ર જેવો આકાર ચોખાનો બનાવી તેના ઉપર ફળ મૂકવું અને તે મૂકતી વખતે મનમાં એવી લાગણી ઉત્પન કરવી અથવા આ ક્રિયાથી પોતાના હૃદયનો ભાવ એવો પ્રગટ કરવો કે, “હે પરમદયાળું ! જ્ઞાનાદિ ત્રણ રત્ન આપ્યા