________________
સ્થળ અને વસ્ત્રો શા માટે પવિત્ર રાખવા
[ 9 ] વસ્ત્રમાં પરિણમી જાય છે, ભરાઇ રહે છે. તે વિચારોવાળા મનના કે શરીર દ્વારા કરેલી ક્રિયાનાં પરમાણુઓ તે સ્થળમાં-મુકામમાં કે ઓરડા, પ્રમુખમાં પણ ભરાઇ રહે છે. તેથી તે પ્રદેશનું વાતાવરણ તે પરમાણુવાળું થઈ જાય છે, અને તે મુકામમાં આવનાર માણસના મન ઉપર થોડી કે વધારે અસર પણ કરે છે. તેના મલિન વિચારથી વાસિત થયેલા મુકામમાં બેસી ધાર્મિક ક્રિયા કરનારના વિચારોમાં સારો સુધારો થતો નથી. મન ઠરતું નથી પણ આડાઅવળા હલકા વિચારો કરતું રહે છે. પોતાના અપવિત્ર મનની સાથે આ અપવિત્ર સ્થળ એક કારણ છે તેથી મન પવિત્ર રહેતું નથી.
આપણા અનુભવની જ આ વાત છે કે એક સ્થળે કજીયો કે મારામારી થતી હોય ત્યાં ઊભા રહેનારના મન ઉપર પણ તેની અસર થયા વિના રહેતી નથી. અને બેમાંથી કોઈના પક્ષમાં પોતે ઊભો રહી છેવટે મનથી પણ એકનો જય અને બીજાનો પરાજય થાય તેવી ઇચ્છા કર્યા સિવાય રહી શકાતું નથી.
એક માણસ લડાઈનાં છાપા વાંચે છે, તેટલાથી પણ મન ઉપર એકના જયની કે પરાજયની લાગણી થઈ આવે છે. એકનો જય થતો જોઇ હર્ષ થાય છે, બીજાના પરાજયથી નારાજ થવાય છે. અથવા એક વેશ્યાના ઘરમાં જઇ ઊભા રહો. તમે ગમે તેવા દઢ મનના હશો તો પણ ત્યાંનું વાતાવરણ એટલું મલિન-વિષયવાસનાથી ભરપુર હોય છે કે, તેની સહજ પણ મન ઉપર અસર થયા સિવાય રહેતી નથી.
કદાચ તમે કોઇ શાંત સ્વભાવી, આત્મરમણતા કરનાર અને દયાની કેવલ મૂર્તિ જ હોય તેવા મહાત્મા પુરુષના સમાગમમાં આવશો ત્યાંના પવિત્ર વાતાવરણના કારણથી એક ઘડીભર પણ તમારા ખરાબ વિચારો શાંત થઈ જશે. વિવિધ પ્રકારની ઉત્તમ ભાવનાઓ તમારા હૃદયમાં સ્ફુરવા માંડશે. આત્મસાધન કરવાનું કે દયાની લાગણીવાળું