________________
સાતમું ભોગોપભોગ વ્રત
[ ૬૭ ] ભોગના બે ભેદ છે. એક ભોગ તથા બીજો ઉપભોગ. એક જ વાર ભોગવવામાં આવે તે ભોગ અને જે વસ્તુ વારંવાર ભોગવવામાં આવે છે તે ઉપભોગ કહેવાય છે.
વ્રત ધારણ કરનાર ગૃહસ્થોએ સાવધ-સપાપ યાને સજીવ આહાર ભોજનનો ત્યાગ કરવો જોઈએ અને વિશેષ પ્રકારે માદક ખોરાકને વર્લ્ડવો જોઇએ. દારૂ, માંસ, મધ, માખણ, કંદ ઇત્યાદિ અભક્ષ વસ્તુ છે તેનો ત્યાગ કરી સાત્ત્વિક ભોજનથી દેહનો નિર્વાહ કરવો.
મઘ, માંસાદિ તામસિક આહાર છે તેનું ભોજન કરવાથી માનસિક વિકાર અને ક્રૂરતામાં વધારો થાય છે. ૨. આવા પરિણામવાળાં મનુષ્યો ધાર્મિક ક્રિયાને લાયક થતા નથી.
આ વ્રત લેવાનો હેતુ માનસિક અને શારીરિક પ્રકૃતિને સુધારવાનો છે. ખોરાકમાં ઉપયોગ તરીકે લેવાતા કેટલાક પદાર્થો માનસિક વૃત્તિઓમાં વિકાર ઉત્પન્ન કરનાર છે. કેટલાક એક શારીરિક રોગ ઉત્પન્ન કરનારા, જઠરાગ્નિ મંદ કરનારા અને વિકાર ઉત્પન્ન કરનારા છે. કેટલાક પદાર્થો જીવોની હિંસાવાળા છે. આ વ્રત અહિંસાવ્રતને વધારે મદદ કરનાર છે તે સાથે અસત્ય, ચોરી, મૈથુન એ દુર્ગુણોથી બચાવનાર પણ છે.
મદિરા
દારૂથી મનોવૃત્તિ મતિ મંદ થાય છે. બુદ્ધિ વિકળ થાય છે. સ્મૃતિ નષ્ટ થાય છે, વિવેકદષ્ટિ ચાલી જાય છે, લજ્જા નાશ પામે છે. ગમ્યાગમ્યનો વિવેક રહેતો નથી. ગુપ્ત વાતો મદિરાના ઘેનમાં પ્રગટ કરી દે છે, મદિરાથી કીર્તિ કાંતિ, બુદ્ધિ અને લક્ષ્મી નાશ પામે છે. તે મનુષ્ય મદિરાના ઘેનમાં નાચે છે, રડે છે, જમીન પર આળોટે છે. તેનું શરીર શીથીલ થાય છે. ઇંદ્રિયો નિર્બળ થાય છે, દયા, ક્ષમા,