________________
[ ૧૮ ].
_ગૃહસ્થ ધર્મ જ્ઞાન, વિવેક સર્વનો નાશ થાય છે, દેવભૂમિ જેવી સુંદર દ્વારિકા નગરીનો નાશ થયો અને કરોડોની સંખ્યાવાળા ત્રણ ખંડના અધિપતિ યાદવોના વંશનો સંહાર થયો તેનું મૂળ કારણ મદિરાનું દુર્વ્યસન જ છે. આત્મહિત ચિંતકોએ મદિરાનો ત્યાગ કરવો. ,
(માંસ
પ્રાણીઓનો નાશ કર્યા સિવાય માંસ ઉત્પન્ન થતું નથી. આ માંસ દુર્ગધિત અશુચિથી ભરપુર અને બીભત્સ છે. જઠરાગ્નિને મંદ કરનાર છે. અજીર્ણને વધારનાર છે. ક્રૂરતા પ્રગટ કરાવનાર છે. દયા અને કોમળતાનો નાશ કરનાર છે. રોગોનું ઘર છે. સાત્વિક વૃત્તિનો નાશ કરનાર છે. તામસીવૃત્તિનું પોષક છે. જડતા વધારનાર છે. આ માંસ ભક્ષણ કરનારાઓ જઠરાગ્નિની મંદતાથી રોગોનો ભોગ થઈ અનેક જીવો મરણને શરણ થયા છે. વળી તે સિવાય ચાલી શકે એવો ખોરાક આ દુનિયા ઉપર કાંઈ થોડો નથી, કે બીજા જીવોને મારીને પોતે સુખી થવું? તો પછી શા માટે બીજા જીવોના પ્રાણનો નાશ કરીને પોતાના પ્રાણનું પોષણ કરવું?
(માખણ તથા મધ) • છાશમાંથી બહાર કાઢયા બાદ અંતર મુહૂર્તમાં (બે ઘડીની અંદરના વખતમાં) માખણની અંદર ઘણા સૂક્ષ્મ જંતુઓ પેદા થાય છે, માટે વિવેકી મનુષ્યોએ માખણ છાશની બહાર રાખવું નહિ. તેમ જ ખાવું પણ નહિ.
અનેક પુષ્પમાંથી રસ પીઈને માખીયો બીજે ઠેકાણે તે રસને વમે છે તેથી પેદા થયેલો મીઠાશવાળો રસ તે મધ કહેવાય છે. આ માખીઓનું ઉચ્છિષ્ટ-એઠું-શુંક તે મધને બુદ્ધિમાન માણસો ખાતા નથી.