________________
__ 2
*
_
__
______
[ ૧૦૦ ] પોતાની આંતર ભાવના પ્રગટ કરવી કે હે પ્રભુ! આ ચંદન કે જેને લોકો બાળે છે; કાપે છે, ઘસે છે, છતાં પણ તે પોતાનો સુગંધીવાળો સ્વભાવ આવા વિપત્તિના પ્રસંગમાં પણ મૂકતું નથી. દરેક સુખદુઃખના કે શાંતિ અશાંતિના પ્રસંગમાં પોતાનો મૂળ સ્વભાવ તે જાળવી રાખે છે. હે નાથ ! આવી જ રીતે આ દુનિયામાં રહેતાં મારે માથે આવી પડતી વિવિધ પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિ કે હર્ષ, શોક, સુખ, દુઃખ, આનંદ ઈત્યાદિ પ્રસંગોમાં પણ મારી એક સ્થિતિ બની રહે. આત્માનો આનંદ બન્યો રહે, આત્મ જાગૃતિ કાયમ ટકી રહે, રાગદ્વેષ કે હર્ષ શોક ન થતાં તે સર્વ સમભાવે સહન કરવાનું બળ આવે તેવી આપ કૃપા કરો, તેવી અમને શક્તિ આપો. અથવા આ આપની પૂજાથી અમારામાં તેવું દઢ બળ કે શક્તિ પ્રગટ થાય એવી અમારી પ્રાર્થના છે.
આ ચંદન! આવી મહાન સહનશક્તિથી સુખદુઃખમાં એક રસ એક સ્થિતિમાં સ્થિત થવાના કારણથી પરમાત્માના શરીર ઉપર આરૂઢ થવાને-ચડવાને-સમર્થ થયું છે. તેના આ ઉત્તમ શીતળ-સમ પરિણામવાળા ગુણથી મનુષ્યો પણ પોતાના કપાળ ઉપર તેનું તિલક કરે છે. શોભા અને શાંતિ માટે કપાળ ઉપર આડ કરવારૂપે પોતાના મસ્તક પર ચડાવે છે તો હે પ્રભુ! મનુષ્યો વિચાર પ્રગટ કરવાની કે યોગ્ય પ્રવૃત્તિ, નિવૃત્તિ કરવાની શક્તિ ધરાવનારાઓ આ ચંદન પ્રમાણે સમભાવની શાંતિવાળી શીતળવૃત્તિ ધારણ કરવાથી આ દુનિયાના લોકોને માનનીય, પૂજનીય, અનુકરણીય થઈએ તેમાં આશ્ચર્ય શું?
હે કૃપાળુ ! અમારી આ જ પ્રાર્થના છે કે અમારામાં ચંદનના જેવી સહનશીલતા, શાંતિ, શીતળતા અને સદ્ગણની સુગંધતા પ્રગટ થાય. ૨.
ત્યાર પછી ત્રીજી પુષ્પ પૂજા કરવી.