________________
અષ્ટપ્રકારી પૂજા અને તેનું રહસ્ય
. [ ૯૯ ] આ પાણી જેમ જગતનું જીવન છે તેમ આત્માનું શુદ્ધ સ્વરૂપ એજ અમારું જીવન છે. અમારું શુદ્ધ સ્વરૂપ તે અમારી હૈયાતિ છે. એ શુદ્ધ સ્વરૂપ તે અમારો આધાર છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ તે જ અમારી તૃષ્ણાને શાંત કરનાર છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ તે જ મનને પવિત્ર કરનાર છે. અને તે શુદ્ધ સ્વરૂપ જ અમારા જન્મ-મરણના તાપને શાંત કરી પૂર્ણ શાંતિ આપનાર છે. તેના વિના આ દુનિયા ત્રિવિધ તાપથી એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિથી અને વિવિધ પ્રકારની યાતનાઓ-પીડાઓ સહન કરી છે અને હજી સહન કરીએ છીએ. માટે હે કૃપાળુ ! અમારા ઉપર કૃપા કરી અમારું અંતઃકરણ જેમ નિર્મળ થાય તેમ લાગણીઓ અમારામાં ઉત્પન્ન કરો, અથવા આ આપના અભિષેકરૂપે કરાતી ક્રિયાથી અમારું અંતઃકરણ નિર્મળનિષ્પાપ થાઓ. આવી ઉત્કૃષ્ટ લાગણી ઉત્પન્ન કરી; શાંત મને તે જળનો અભિષેક તે પરમાત્માની પુન્ય મૂર્તિ ઉપર કરવો.
અભિષેક કર્યા પછી ઉત્તમ ધોળા વસ્ત્ર વડે પરમાત્માની મૂર્તિ ઉપર પાણીની ભીનાશ રહેલી હોય તે લૂસી નાંખી શરીર તદ્દન કોરું કરવું. આ અંગ લુણાં કરતી વખતે પણ પોતાની ઉત્તમ ભાવના ચાલુ રાખવી. જેમ કે આ પાણીનો લેપ વસ્ત્ર વડે દૂર કરી શકાય છે તેમ ઉત્તમ વિચાર વડે કર્મ લેપ દૂર કરી શકાય છે, અથવા રાગદ્વેષ વિના કાર્યમાં પ્રવૃત્તિ કરવાથી કર્મ લેપ લાગતો નથી, ઈત્યાદિ વિચારો કરવા પૂર્વક જલ પૂજા પૂર્ણ કરવી.૧
બીજી ચંદન પૂm - ૨) સુગંધીદાર ઉત્તમ ચંદન ઘસી પરમાત્માની પ્રતિમાના નવ અંગે તિલક કરવાં, તથા શરીરના બીજા ભાગો ઉપર પણ તે ચંદનથી વિલેપન કરવું. આ ચંદનથી વિલેપન કરતાં તે પરમાત્મા પ્રત્યે