________________
[ ૨૨ ]
ગૃહસ્થ ધર્મ આવે છે તેમ પંદર દિવસે, ચાર માસે અને બાર માસે એમ એક એક વાર કરવામાં આવે છે તે વિશેષ વિશુદ્ધિ માટે છે. જેમ ઘર દિવસમાં બે વાર સંજવારી કાઢી સાફસૂફ કરવામાં આવે છે. છતાં વાર-તહેવાર દિવાળી ઉપર કે બીજા પ્રસંગે વિશેષ સાફસૂફ સાથે સુધારો કરવામાં આવે છે તેમ બીજા પ્રતિક્રમણો માટે સમજવું, અથવા જેઓ નિરંતર બે વખત પ્રતિક્રમણ ન કરી શકતા હોય તેઓ પંદર દિવસે, ચાર માસે અને બાર માસે કરે તોપણ કાંઈક ફાયદો થાય છે. અને જેઓ નિરંતર બે વખત પ્રતિક્રમણ કરે છે તેઓને તો પંદર દિવસે ચાર માસે અને બાર માસે પ્રતિક્રમણ કરવાથી ઘણો ફાયદો થાય છે. કારણ કે જે નિત્ય ઘરને સાફસૂફ રાખતો નથી અને કોઈ વખત વાર-તહેવારે સુધારે છે તેના કરતાં નિત્ય સાફસૂફ કરનારને થોડી જ મહેનત પડે છે અને પર્વ દિવસે થોડી મહેનતમાં તે ઘર સારી શોભા આપે છે. ત્યારે કોઈક દિવસ સાફ કરનારને વધારે મહેનત પડે છે; અને પર્વના દિવસે તે મહેતન કરતો નથી તો ઘર શુદ્ધ થતું નથી. માટે નિત્ય સાફ કરનારનું ઘર શુદ્ધ રહેવા સાથે મજબૂત રહે છે જ્યારે બીજાને અશુદ્ધ રહેવા સાથે પડી જવાનો પણ ભય રહે છે અને પડયા પછી મહેનત વધારે કરવી પડે છે ત્યારે પૂર્વની સ્થિતિમાં આવે છે.
પ્રતિક્રમણમાં જે બીજા બીજા પાઠો આવે છે; તે આ વાતને મદદકારક છે. અહીં તો ફક્ત પ્રતિક્રમણમાં શું આવે છે અને પ્રતિક્રમણ શા માટે છે તેનો ભાવાર્થ દેખાડવામાં આવ્યો છે.
(પ્રતિક્રમણની ઉમેદવારી) જેને પ્રતિક્રમણ ન આવડતું હોય અને અત્યારે નવીન શીખી શકવાની અનુકૂળતા પણ ન હોય અથવા શીખવા જેટલી બુદ્ધિ ન હોય તથા બીજું કોઈ સાધન પ્રતિક્રમણ કરવા માટે ન હોય તેણે આ