________________
[ ૧૪૦ ]
ગૃહસ્થ ધર્મ
- અક્રૂરત). ભાઈઓ! શૂરતા એટલે કિલષ્ટ પરિણામ. મત્સર આદિથી . દૂષિત પરિણામ, આ ક્રૂરતા જેમાં ન હોય તે અફર કહેવાય છે. સુખી મનુષ્યને જોતાં તેના સુખની ઈર્ષ્યા કરવાના પરિણામો અથવા બીજાને દુઃખમાં પાડવાના પરિણામો તે કિલષ્ટ પરિણામ કહેવાય છે. મારફોડના વિચારો, અન્યના સુખનો નાશ કરવાના વિચારો, કોઈની ચડતી નહિ જોઈ શકવાના વિચારો, આ સર્વ કિલષ્ટ પરિણામનો અગ્નિ હૃદયમાં બળતો હોય ત્યાં ધર્મ-શુદ્ધ સ્વભાવસમપરિણામની સ્થિતિ કયાંથી હોય? તાપ અને ટાઢ, ગરમી અને શીતળતાને જેટલું આંતરું છે તેટલું જ આંતરું કિલષ્ટ પરિણામ અને સમભાવ રૂપ ધર્મ વચ્ચે છે.
આ કિલષ્ટ પરિણામ હોય ત્યાં સુધી નિર્દોષ ધર્મ આરાધવા કે સાધવાને મનુષ્ય સમર્થ થતો નથી, માટે ધર્મ પામવાને ઇચ્છતા મનુષ્યોએ અન્યનું બુર કરવાના વિચારોનો ત્યાગ કરી પોતાના મનના પરિણામોને ઉત્તમ બનાવવા.
લોકપ્રિય થવું
ભાઈઓ! આ લોક તથા પરલોકથી વિરુદ્ધ કામ નહિ કરનાર, તથા આ લોકમાં ઉત્તમ કાર્યો, તથા પરમાર્થના કાર્યો, સ્વાર્થ વિના કરનાર માણસ લોકપ્રિય થાય છે.
અન્યની નિંદા કરવી, વિશેષ પ્રકારે ગુણવાનની નિંદા કરવી, ભોળાભાવે ધર્મ કરનારની હાંસી કરવી, લોકમાન્ય પુરુષોનું અપમાન કરવું, ઘણા મનુષ્યો જેનાથી વિરુદ્ધ હોય તેવાની સોબત કરવી, દેશાચાર, કુળાચાર, જાતિના આચાર જેઓ હિતકારી હોય તેનું