________________
[ ૧૭૪ ]
ગૃહસ્થ ધર્મ આવે. અગર કોઈ અતિથિ, સાધુ-સંત આવે તે વખતે તેમની સગવડ કરી આપવા ખાતર અમુક પૈસા આપી રાખવા અથવા તેવી સગવડતાનું સાધન બતાવી આપવું.
ઘેર કોઈ આવ્યા ગયાની ખબર રાખવાનું, જમાડવાનું પરોણાગત કરવાનું કામ બાઈઓનું છે અને તે યોગ્ય સામગ્રી વિના થઈ શકતું નથી.
ઘરના માણસો, નોકરો ચાકર વગેરેની જરૂરિયાતની સગવડો પણ તેણે જ કરવાની છે.
ઘરમાં રહેલાં પશુઓ તેના ખોરાક, પાણી, રહેવાના સ્થાને તેની આવક અને તેનો ઉપયોગ એ સર્વ સ્ત્રીઓને કરવાના છે.
તેમાં જરૂરિયાત પ્રમાણે બીજાની મદદ લેવી કે પતિની સલાહ લેવી તે જરૂરી છે. તથાપિ તેનું ઉપરીપણું તો સ્ત્રીઓનું જ છે.
પતિએ નિરંતર એક પત્નીવ્રત પાળવું. અને પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રી તરફ જરાપણ વિકારી દૃષ્ટિ ન કરવી.
દેશના રિવાજ પ્રમાણે પુત્રાદિ સંતતિ માટે બીજી સ્ત્રી કરવી પડે તો પહેલી સ્ત્રી ની રજાથી જ કરવી. ઘરમાં કલેશ ન થાય માટે તેની પ્રથમ સંમતિ મેળવવી બનતા સુધી તે પહેલી સ્ત્રીને જ આગેવાન કરી લગ્ન કરવું, લગ્ન થયા પછી પણ પ્રથમની સ્ત્રીને જ મોટી ગણીને ઘરના કામકાજમાં પ્રથમ તેને ભાગ આપવો, તેની સલાહ લેવી, અને આગેવાનીપણાના સર્વ હકો પ્રથમ સ્ત્રીને જ મળવા-આપવા જોઇએ.
પ્રથમ સ્ત્રીએ પણ બીજી સ્ત્રીને પોતાની બહેન તુલ્ય ગણવી અને તેને મદદગાર થવું. પોતાની મોટાઈના પ્રમાણમાં સારું વસ્ત્ર, ઘરેણું અને ચીજ પોતાને હાથે જ તેને બહુ લાગણીથી આપવી. અને કોઈ પણ દિવસ કલેશ ન થાય તેમ વર્તન કરવું.
પતિને પણ સંતોષી રાખવાની જરૂર છે કે તેણે બનતાં સુધી