________________
!
_________ ! 'જે
પતિની પત્ની પ્રત્યેની ફરજ બીજી સ્ત્રી પરણવાનો વિચાર ન જ કરવો પડે. પુત્રાદિ સંતતિ માટે સર્વત્ર ભાગ્યની મુખ્યતા છે એટલે આ બહાને સ્ત્રીને છેહ ન આપવો; એકલી ન રાખવી, તદ્દન સ્વતંત્ર ન કરવી તેમ બંધિખાના જેવી સ્થિતિમાં પણ ન મૂકવી તેના ઉપર અવિશ્વાસ ન કરવો તેમ વિશ્વાસ પણ તેની યોગ્યતા જેટલો રાખવો. પોતે કમાવા શીખે અને પોતા સિવાય બીજાઓનું પોષણ કરવાનું બળ આવે ત્યાર પછી જ પુરુષે લગ્ન કરવું, તે સિવાય તેના બાપની કમાઈ પર તાગડધિન્ના કરનારા સાથે પોતાની બહેન કે પુત્રીનું કદી લગ્ન કરવું નહિ કારણ લક્ષ્મી તો આજ છે ને કાલે ચાલી જશે પણ તે પોતાની મેળે કમાણી કરી શકે તેવો બુદ્ધિમાન પુરુષ હશે તો પોતાને આશ્રયે રહેલાનો ગમે તે પ્રકારે પણ નિર્વાહ કરશે. નહિતર ભૂખે મરવાનો પ્રસંગ આવવાનો.
જેમ પતિએ પોતાની સ્ત્રીને વ્યવહાર ઉપયોગી બનાવવાની તેમ પરમાર્થમાં ઉપયોગી થાય તેવી પણ કેળવણી આપવાની છે.
ધર્મના કાર્યમાં પણ કલાક બે કલાક સગવડતા અને અનુકૂળતાના પ્રમાણમાં તેના વખતનો ઉપયોગ થાય તો તે વધારે હિતકારી છે.
સુશીલ, સદાચારી, સાત્ત્વિક પ્રકૃતિવાળી અને ધર્માત્મા સ્ત્રી એ ઘરની એક દેવી સમાન છે. તે સ્ત્રી પોતાના તેજસ્વી પ્રકાશનાં બીજો પોતાના પરિવારમાં નાખ્યા સિવાય રહેશે નહિ. અને તેને લઈને વંશ પરંપરાનો પરિવાર ઘણો જ સદાચારી થાય છે. આ કોઈ જેવો તેવો ફાયદો નથી.
સ્ત્રીઓએ પોતાના બાળકોને ગુરુના દર્શને તથા દેવનાં દર્શને જતી વખતે સાથે તેડી જવા. કારણ તેથી કાળાંતરે તેઓ ધર્મને ભૂલતા નથી. ધર્મના સંસ્કારો કાળાંતરે તેનામાં પ્રગટ થાય છે. સંતતિને સન્માર્ગે ચડાવવાનો માબાપને માટે આ ઘણો સહેલો માર્ગ છે.