________________
ઉત્તમ પરિવાર
[ ૧૪૯ ]
––––
ઉત્તમ પરિવાર
મારા વ્હાલા કુટુંબીઓ ! તમારે તમારા કુટુંબ, પુત્ર, સ્ત્રી, પૌત્ર, ભાઈ પ્રમુખ પરિવારને અનુકૂળ અને સદાચારી બનાવવા.
જે ઘરનો માલિક પોતાના આશ્રિત પરિવારને આત્મજ્ઞાન, ઉત્તમ વિચાર, વ્યવહારિક કેળવણી અને સમય ઉચિત વર્તન કરવામાં પ્રવીણ બનાવતો નથી તેનું પોતાનું જીવન સુખરૂપ નીવડતું નથી અને આશ્રિતોનું હિત બગડે છે.
પરિવાર અનુકૂળ ન હોય તો તે ધર્મ કાર્યમાં વિદનરૂપ આડે આવે છે. અનુકૂળ પરિવાર ધર્માદિ કાર્યમાં ઉત્સાહ વધારનાર અને ખરે પ્રસંગે મદદગાર થાય છે.
ધર્મશીલ પરિવાર ધર્મ કાર્યમાં રોકાતા પોતાના વખતને અનુમોદન આપનાર થાય છે અને તે સિવાયનો પરિવાર ધર્મની નિંદા કરે છે, વિદન કરે છે, ઉત્સાહ તોડી નાખે છે, પોતે પતિત થઈ બીજાને પતિત કરે છે.
સદાચરણવાળો પરિવાર સન્માર્ગે ચાલી લોક વિરુદ્ધ, રાજય વિરુદ્ધ ઈત્યાદિ અકાર્યનો ત્યાગ કરતો હોવાથી ધર્મ, વ્યવહાર લાજ, આબરુ, ઇત્યાદિમાં વધારો કરે છે.
કેળવણી પામેલો પરિવાર વ્યવહાર કુશળ થઈ પોતાની આજીવિકા અને કુટુંબની આજીવિકા ચલાવવાને સમર્થ થાય છે. તેથી ઘરનો માલિક નિશ્ચિત થઈ સ્વ-પર-ઉપકાર અને આત્મસાધન શાંતિથી કરી શકે છે. ઉત્તમ વિચારવાનું પરિવાર ઘરમાં થતાં કજીયા, કલેશ, કંકાસને દૂર કરી, સહનશીલતા વધારી કુટુંબની લાજ-આબરૂમાં વધારો કરી વડીલનું ગૌરવ વધારે છે.