________________
છોકરાંઓની માબાપ પ્રત્યેની ફરજ
[ ૧૭૭ ]
(૧૦છોકરાંઓની માબાપ પ્રત્યેની ફરજ
જેમણે નવ માસ ગર્ભમાં રાખી, પાળી પોષી, ભીનામાંથી સૂકામાં સુવાડી, ટાઢ તાપ સહન કરી વિવિધ પ્રકારની કેળવણી આપી, વ્યાવહારિક જીવન સુખમય કરી શકાય તે માટે પૂરતી કાળજી રાખી, સર્વ વ્યવહારમાં કુશળ બનાવી લગ્નની ગાંઠથી જોડાવી આપી, વધારાનું મનુષ્યપણાને યોગ્ય બનાવ્યા તૈયાર કર્યા તે માબાપોના ઉપકારનો બદલો એવો કોણ કૃતઘ્ન નિષ્ફર હૃદયનો છે કે ભૂલી જાય !
છોકરાઓએ માબાપના વચનનું કદી ઉલ્લંઘન ન કરવું તેમના પર સાચો પ્રેમ રાખવો. તેઓ કેમ સુખી થાય તેને માટે નિરંતર કાળજી રાખવી. ખાવા, પીવા, પહેરવા ઓઢવા, સુવા બેસવા, હરવા ફરવા ઈત્યાદિની બધી સગવડો કરી આપવી.
મોટી ઉંમરનાં માતાપિતાઓને છોકરાઓએ વિશ્રાંતિ આપવી. તેમના હૃદયો જરાપણ ન દુઃખાય તે માટે પૂરતી કાળજી રાખવી. સેવામાં, નોકર, ચાકરો આપવાં તથા પોતે જાતે તેમની સેવા ચાકરી. સ્ત્રી આદિ પરિવારને તેમની સેવામાં રોકવા, વૃદ્ધ, ગ્લાન અને અશક્ત માતાપિતાની વારંવાર સંભાળ રાખવી.
સવારમાં ઊઠી તેમને નમસ્કાર કરવો કોઈ કાર્યનો આરંભ કરતાં પહેલાં તેમની સલાહ લેવી અને યોગ્ય રીતે તેનો સ્વીકાર કરવો-અમલ કરવો.
તીર્થાટન કરવાની ઇચ્છા હોય તો તીર્થાટન કરાવવું મહાન પુરુષોના સમાગમો મેળવી આપવા અને છેવટનું જીવન ધર્મપરાયણ કરી દે તેવી અનુકૂળતાઓ કરી આપવી.
માતા પિતાની ભક્તિ માટે ભગવાન મહાવીરદેવનો દાખલો