________________
_ ગૃહસ્થ ધર્મ
[ ૧૭૮ ] ધ્યાનમાં રાખવા જેવો છે. ગર્ભમાં આવ્યા પછી “મારા ચાલવાથી માતાને પીડા ન થાય તો ઠીક આ આશયથી ગર્ભમાં જ રહ્યા હતા અને જાણ્યું કે મારા ન ચાલવાથી માતાને અનિષ્ટ શંકા થઈ કે તરત જ હલન-ચલન શરૂ રાખ્યું. કારણ માતાને તે ઈષ્ટ હતું.
ગર્ભમાં જ પ્રતિજ્ઞા કરી કે મારા જન્મ થયા પહેલાં માતાનો આટલો સ્નેહ મારા પરે છે તો જમ્યા પછી કેટલો થશે? વળી જો તેમની હૈયાતીમાં હું ચારિત્ર લઈશ તો તેમને દુઃખનો પાર નહિ રહે એમ ધારી તેમની હૈયાતીમાં દિક્ષા પણ ન સ્વીકારવાનો નિયમ લીધો. આ કેટલી બધી ભક્તિ? ભક્તિની અવધિ !
ઠણાંગમાં “પણ તે પ્રભુએ કહ્યું છે કે માતા પિતાના ઉપકારનો બદલો ખંભે બેસાડી અડસઠ તીર્થોમાં ફેરવો તો પણ ન વળી શકે. નિરંતર સારું ભોજન આપો અને જીવન પર્યત પાળો તોપણ તેના ઉપકારનો બદલો ન વળી શકે, પણ તેને વીતરાગ પ્રભુના કથન કરેલ ધર્મમાં જોડી આપો તો જ બદલો વળી શકે.”
અત્યારના મનુષ્યોમાંથી કેટલાક માતાપિતાની ભક્તિથી પરાભુખ થયેલાઓ, સ્ત્રી પરણી લાવ્યા બાદ જુદા થનારાઓ, પરાધિન થયેલા માતાપિતાના ભોજન માટે ભાઈઓમાં પરસ્પર વારા કરી ભોજન કરાવનારાઓએ મહાવીર દેવના અનુભવમાંથી કાંઈક અનુકરણ કરવા ધ્યાન આપવું જોઈએ.
જે સ્ત્રી કોને ઘેર ઉત્પન્ન થયેલી, અને જ્યાં પૈસા લેવાય ત્યાં કહો કે ખરીદ કરીને વેચાતી લાવેલી સ્ત્રી તેઓના કલેશને લઈ ઘરમાં વૈભવ માણે અને હાલી જન્મદાતા માતાના વારા ! ભોજન કરવા માટે વારા! ધિક્કાર છે આવા નરપશુઓને ! હજાર વાર ધિક્કાર છે ! હૃદયની લાગણીથી ઉછેરનારી, સ્તનપાન કરાવનારી જેનાં દૂધથી પોષણ પામેલા, અરે જેના રક્તબીજમાંથી ઉત્પન્ન થયેલાઓ તે માતા