________________
વ્યાવહારિક શિક્ષા
[ ૧૫૫ ] – – – – –– – ––
ઇચ્છા ન કરવી. લૂગડું લોહીમાં ખરડી ધોવા બેસવું તેના કરતાં
લોહીમાં ન બગાડવું તે જ ઉત્તમ છે. ૧૯. સ્વજનોની સાથે વિરોધ ન કરવો. કારણ કે ખરી જરૂરિયાતનાં
પ્રસંગે તેઓ જ મદદગાર થાય છે અને વિરોધ કરવાથી પોતાનું બળ તૂટી જાય છે. તેને નિર્બળ મદદ વિનાનો ધારીને નિર્બળ
પણ તેનો પરાભવ કરે છે. ૨૦. સગાં, સંબંધીને મૂકીને પરની સાથે સ્નેહ ન કરવો. મતલબ કે
પ્રથમ સ્વજન સંબંધી અને પછી બીજા, પણ પ્રથમ પર અને પછી સંબંધી એમ ન કરવું. એક લોહીવાળાને જેટલું તેનું દાઝશે
તેટલું બીજાને ઓછું જ લાગશે. ૨૧. પોતે બોલીને પોતે હસવું નહિ એ મૂર્ખાઈમાં ગણાય છે અને
તે બોલનારની કિંમત ઓછી થાય છે. ૨૨. ગમે તે ખાવું કે ગમે તે બોલવું નહિ પણ અભક્ષ્યનો ત્યાગ
કરવો અને સભ્યતાપૂર્વક જરૂરિયાત જેટલું જ પ્રસંગે બોલવું. ૨૩. આ લોક તથા પરલોક વિરુદ્ધ કાર્ય કરવું નહિ. તેથી આ લોકનો
વ્યવહાર બગડે છે અને પરલોકમાં દુઃખમય સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ સર્વ હિત શિક્ષાઓથી વિરુદ્ધ વર્તન કરવું તે સર્વ મૂર્ખ
માણસના લક્ષણો છે. ૨૪. ઘણો લાભ છતાં પણ ચોરીનો માલ ગ્રહણ કરવો નહિ. કેમ કે
તેથી કેટલીક વખત મૂળ ધનનો પણ નાશ થાય છે. ૨૫. સોનું અને રત્નાદિકની પરીક્ષા કર્યા સિવાય લેવાય નહિ કેમ
કે તેવા બનાવટી માલથી ઠગાવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. ૨૬. વ્યાપાર કરતાં અસત્ય ન બોલવું, પ્રતિજ્ઞાનો ભંગ ન કરવો.
વસ્તુ જોયા તપાસ્યા વિના સાટું કરવું નહિ. રાજાને પરાધીન ન થવાય તેમ રાજાનો આશ્રય લેવો.