________________
[ ૧૫૪ ]
ગૃહસ્થ ધર્મ ૧૧. પોતાથી અધિક ગુણવાન સાથે ગર્વ ન કરવો. ગુણ વિનાના
ગર્વથી પોતાનું જ અપમાન થાય છે. ૧૨. પોતાથી અધિક શક્તિવાળા અર્થાત્ પોતા ઉપર જેનો પ્રભાવ
પડે તેવા નોકરોનો સંગ્રહ ન કરવો કેમ કે તે દિવસે ગૃહનો માલિક તે જ થઈ પડે છે. અથવા તેના કહ્યા મુજબ-નચાવ્યા
પ્રમાણે નાચવું પડે છે. ૧૩. દેવામાંથી મુક્ત થવા માટે ઉધારે લાવવું નહિ કેમ કે તેનું
પરિણામ પહેલાથી પણ વિશેષ વિપરીત આવે છે. ૧૪. નોકરોના દંડીના દંડનો ઉપભોગ પોતે ન કરવો પણ કોઈ સારા
પ્રસંગે ઇનામ તરીકે તેને પાછો આપવો. ૧૫. દરિદ્ર અવસ્થામાં પૂર્વે ઉપાર્જન કરેલી પ્રસંશા કે કીર્તિ ગાવી,
વારંવાર સંભારવી, અથવા પોતાના પૂર્વજોએ આવા મહાન કાર્ય કર્યા છે એ સંભારી બેસી રહેવું તે મૂર્ખાઈ ભરેલું છે. પોતાનો ઉત્સાહ જાગૃત કરવામાં તે ઉપયોગી છે, પણ તેથી પેટ ભરાતું નથી.
' ૧૬. પોતે પોતાના ગુણનું વર્ણન ન કરવું, કેમ કે પોતાને માટે તે
હિતકારી નથી તેનાથી ઊલટું અભિમાન વધે છે અને ગુણથી પાછું પડાય છે. બીજા મનુષ્યો તે ગુણોનું પોતાને આગળ વધવા
માટે ગ્રહણ કરે તો તે યોગ્ય જ છે. ૧૭. દેવું કરી ધમદાના માર્ગમાં પૈસા ખર્ચવો નહિ. તેમ જ કીર્તિ
ફેલાવવા માટે પણ ઋણ કરવું નહિ, પૈસાથી જ ધર્મ થાય છે તેમ કાંઈ નથી, તેવી શક્તિ ન હોય તો શરીર, મન, વચન
દ્વારા પણ અનેક ધર્માદાના કાર્યો કરી શકાય છે. ૧૮. ધર્મના કાર્યોમાં પૈસા ખર્ચવા માટે પાપમાં પ્રવૃત્તિ ન કરવી,
મતલબ કે પાપથી પૈસો પેદા કરી ધર્મના કાર્યોમાં ખર્ચવાની