________________
[ ૧૯૮ ]
ગૃહસ્થ ધર્મ
જો કાળજ્ઞાન
મરણ નજીક આવેલું છે તેની ખાતરી માટે શાસ્ત્રમાં અનેક પ્રકારનાં કારણો બતાવેલ છે. આ કારણોની તપાસ રાખતા રહેવાથી મરણના વખતનો નિર્ણય પોતાના માટે કરી શકાય છે.
રોહિણી નક્ષત્ર, ચંદ્રનું લાંછન, છાયા પુરુષ, અરૂન્ધતિનો તારો અને ભ્રકુટી, આમાંથી કોઈ પણ ન દેખાય તો એક વર્ષે મરણ થાય. આંખની કીકી તદ્દન કાળી અંજન સરખી દેખાય, રોગ, વિના અકસ્માત્ તાળુ, હોઠ સુકાય, મોઢું ઉઘાડવાથી ઉપરના અને નીચલા દાંત વચ્ચેના ઊભા આંતરામાં પોતાના હાથની ત્રણ આંગળી ન સમાય; કાગડો, પારેવો અને બીજો કોઈ માંસભક્ષી પંખી માથા ઉપર બેસે તો છ મહિને મરણ થાય.
ચંદ્રને ઉગ્ર, સૂર્યને ઠંડો. જમીનમાં અને સૂર્યમંડળમાં છિદ્ર દેખાય, જીભને કાળી, મોંઢાને તદ્દન લાલ જુવે, તાળવું કંપે, મનમાં શોક થાય, શરીરના અનેક જાતના વર્ણો થઈ બદલાયા કરે, નાભિથી અકસ્માત હેડકી ઉપડે તો બે મહિને મરણ થાય.
હૈ અક્ષર બોલતાં જો શ્વાસ ઠંડો બહાર નીકળે અને ફુત્કાર કરવાથી શ્વાસ ગરમ બહાર આવે, યાદશક્તિ ન રહે, શરીરનાં હાથ, પગ અને માથું એ પાંચે અંગો ઠંડા થઈ જાય તો જાણવું કે દશ દિવસથી અધિક જીવન હવે બાકી નથી.
શરીર અર્ધું ઉભું અને અર્ધું ઠંડું થઈ જાય. કારણ સિવાય અકસ્માત્ શરીરમાં જ્વાળા બળ્યા કરે તો સાત દિવસે મરણ થાય.
સ્નાન કર્યા પછી તરત જ જો પગ અને હૃદય સુકાઈ જાય, અને બીજા ભાગો ન સુકાય તો છઢે દિવસે મરણ સમજવું મડદાની